સલાડમાં મીઠાનું પ્રમાણ ઓછુ હોવું જોઇએ.
સલાડને જમતાં પહેલા ખાવું વધું હિતાવહ
સલાડ માંથી પ્રોટીન, ફાઇબર, વિટામિન અને મિનરલ્સ મળે છે.
સલાડ ખાવું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી અને ફાયદાકારક છે પરંતુ તમારામાંથી મોટાભાગના લોકો જાણતા નથી કે સલાડ ખાવાની સાચી રીત કઇ છે? આ કારણથી તમારા સ્વાસ્થ્ય પર તેની ઊંડી અસર પડે છે અને આ તમારા માટે નુકશાનકારી સાબિત થઇ શકે છે. તમારે ખાસ કરીને વરસાદની ઋતુમાં સલાડ ખાવાનું ટાળવું જોઇએ. જો તમે તેમાં જરા પણ બેદરકારી રાખી તો તમને ફૂડ પ્વૉઇઝનિંગ જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.જો તમે ડાયટીશિયનને પૂછશો તો તે તમને જમવાની સાથે સલાડ ખાવાની સલાહ આપશે જ નહીં. જો તમે મોટાભાગે આમ કરો છો તો તમારા સ્વાસ્થ્યને ઘણુ નુકશાન ભોગવવું પડી શકે છે. ડાયટીશિયન સલાહ આપે છે કે સલાડને જમતાં પહેલા ખાઇ લો. તમે ભોજન કરવાના અડધા કલાક અથવા તો એક કલાક પહેલા સલાડને ખાઇ શકો છો.
હકીકતમાં તેની પાછળનું કારણ એ છે કે તમને ભોજન કરવી વખતે ભૂખ ઘણી ઓછી લાગે છે. આ કારણથી તમે ભોજનમાં કાર્બોહાઇડ્રેટ ઓછુ લો છો. આ તમારા વજનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ સાથે જ તમારા શરીરને તેમાંથી કેટલુય પ્રોટીન, ફાઇબર, વિટામિન અને મિનરલ્સ મળે છે.જો તમે મીઠું નાંખીને જ તેને ખાવાનું પસંદ કરો છે તો પ્રયત્ન કરો કે તેની સાથે કાળા અથવા તો સિંધવ મીઠાનો ઉપયોગ કરો. જો કે, વધુ સમય પહેલાથી કાપીને મુકેલા સલાડનું સેવન પણ ન કરવું જોઇએ. ચોમાસાની ઋતુમાં બેક્ટેરિયા ખૂબ જ વધારે એક્ટિવ થાય છે આ સાથે સલાડને ક્યારેય પણ વધારે સમય માટે ખુલ્લુ ન છોડવું જોઇએ. ખાસકરીને રાત્રે સલાડનું સેવન કરવાથી બચવું જોઇએ. કાકડીનું સેવન રાત્રે તો ન જ કરવું જોઇએ.