ધૂમ્રપાન અને દારૂનું સેવન કરવાનું ટાળો
કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવા માટે વ્યાયામ કરવું હિતાવહ છે
કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે વજનને નિયંત્રણમાં રાખવું જરૂરી છે
માનવ શરીરમાં કોલેસ્ટ્રોલનું નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે. જ્યારે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર બગડવા લાગે ત્યારે હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. આવી સ્થિતિમાં ખાસ ધ્યાન રાખવાની બને છે. ખરાબ જીવનશૈલીના કારણે મોટાભાગના લોકોના શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવા લાગે છે. હેલ્ધી લાઇફસ્ટાઇલ ઘણી જરુરી છે. સમયસર જમવુ તેમજ ભોજનમાં હાઇ ફાઇબર અને પ્રોટીન યુક્ત ડાયટ લેવુ જરુરી છે. આવી સ્થિતિમાં જો તમે ખાવામાં ધ્યાન રાખશો તો હેલ્ધી લાઇફ જીવી શકશો. ત્યારે હવે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધે નહી તે માટે શું કરશો, આવો જાણીએ.સ્મોકિંગ અને આલ્કોહોલ બંને તમારા માટે સારા નથી. તેનાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધે છે. આ સિવાય આ બંને વસ્તુઓથી તમે ઘણી બીમારીઓને આમંત્રણ આપો છો. આવા સમયમાં જલદી તમારી આદતો બદલો, નહીં તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે.સૌથી પહેલા તમારે તમારા વજનને નિયંત્રણમાં રાખવું પડશે, કારણ કે વધારે વજન હોવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવા લાગે છે.
આ માટે તમારે આહારમાં પ્રોટીન, ફાઈબરથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરવો જોઇએ.તમારા શરીરમાં સારા કોલેસ્ટ્રોલને વધારવા માટે વ્યાયામ પણ ખૂબ જ જરૂરી છે. તેથી, પ્રયાસ કરો કે તમારે દરરોજ એક કે અડધો કલાક કોઈપણ પ્રકારની કસરત કરવી જોઈએ. પ્રોસેસ્ડ ફૂડના કારણે તમારા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવા લાગે છે. આવા ખોરાકમાં ટ્રાન્સ ફેટ અને સેચ્યુરેટેડ ફેટ હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને વધારે છે.જો તમે જરૂરિયાત કરતાં વધુ મીઠાઈઓ ખાઓ તો તમારા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધી શકે છે. આવી સ્થિતિમાં એટલુ ધ્યાનમાં રાખવાનું કે ખાંડ ઓછામાં ઓછી શરીરમાં જાય. જેથી શરીરમાં કોલેસ્ટ્રોલ સંતુલિન રહે.