બોડી ફિટ માટે બ્રેન પણ ફિટ રાખવું જરૂરી
બ્રેન જ આપે છે શરીરમાં બધા કમાન્ડ
શાર્પ બ્રેન માટે જરૂરી છે હેલ્થી શરીર
ફીટ બોડી માટે મગજનું ફીટ હોવું પણ જરૂરી છે, કેમકે તમારું મગજ જ કોઈપણ કાર્ય કરવા માટે તમારા બોડીને કમાંડ આપે છે. જો તમે પણ મગજને હેલ્ધી રાખશો તો તમારું બોડી પણ ફીટ રહેશે. ઘણા લોકો મગજને શાર્પ કરવા માટે તમામ પ્રકારના ઉપાયો અપનાવે છે, પરંતુ તેઓ પોતાની વ્યસ્ત લાઈફસ્ટાઈલ પર ધ્યાન આપતા નથી. જો પોષકતત્વોથી ભરપૂર ડાયેટ નહીં લેવામાં આવે, તો તમારું મગજ નબળું પડતું જશે અને જો તમે હેલ્ધી ડાયેટ ફોલો કરશો, તો તમારું મગજ શાર્પ બનશે . તો આવો જાણીએ એવા ક્યા ક્યા ખોરાક છે, જેને તમારે તમારા ડાયેટમાં સામેલ કરવા જોઈએ.
કોફી :
કોફી પણ તમે સવારે નાસ્તા સાથે લઇ શકો છો. તેમાં ઘણી માત્રામાં કેફીન અને એંટીઓક્સીડંટ હોય છે, જેથી તમારા મગજનાં સ્વાસ્થ્યને ઘણા ફાયદા મળે છે. એટલું જ નહીં, તેનાથી મગજ એ લર્ટ પણ થાય છે અને તમે વધારે ધ્યાન કેન્દ્રિત કરી શકો છો.
હળદર:
હળદર વિષે તો બધા જાણે છે કે તે માત્ર બીમારીઓ ઓછી કરવામાં જ ઉપયોગી નથી, પરંતુ મગજને શાર્પ પણ કરે છે. તે brain સેલ્સને મજબૂત કરવામાં પણ મદદરૂપ છે. આ સાથે જ હળદરનાં સેવનથી યાદશક્તિમાં પણ વધારો થાય છે.
સંતરા:
સંતરાને પણ તમે તમારા ડાયેટમાં સામેલ કરી શકો છો. રોજ દિવસમાં એક સંતરું ખાઈ શકાય છે. સંતરામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. વિટામિન સી એક એવું પોષકતત્વ છે, જે મગજની કોશિકાઓને નુકસાન પહોંચાડનાર ફ્રી રેડિકલ્સથી દૂર રાખે છે અને તાજગી પણ અનુભવાય છે .
અખરોટ અને બદામ:
અખરોટ અને બદામ જેવા માવા brain પાવરને બૂસ્ટ કરવા માટે ઓળખાય છે. તે મગજને નુકસાન પહોંચાડનાર સેલ્સ સાથે લડે છે અને brain હેલ્થને વધારે છે. સાથે જ તમે બ્રોકલી પણ તમારા ડાયેટમાં સામેલ કરી શકો છો. આમ કરવાથી પણ તમારું brain શાર્પ બનશે.