આ 8 વસ્તુઓ ખાવાથી કેલ્શિયમની કમી થશે પૂરી
હવેની જનરેશનને દૂધ પીવું પસંદ નથી
હાડકાની મજબૂતી માટે શરીરમાં કેલ્શિયમ પ્રચુર માત્રામાં હોવું જરૂરી છે.
વર્ષોથી આપણા ખોરાકમાં દૂધને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. દૂધથી શરીર અને પાચન તંત્રને અનેક ફાયદાઓ થાય છે. હાડકાની મજબૂતી માટે શરીરમાં કેલ્શિયમ પ્રચુર માત્રામાં હોવું જરૂરી છે. સામાન્ય રીતે વડીલો તેમજ તબીબ નિયમિત દૂધ પીવાની સલાહ આપતા હોય છે. દૂધ પીવાથી શરીરને કેલ્શિયમ મળે છે. પરંતુ ઘણા લોકોને દૂધ પસંદ નથી હોતું. એવામાં શરીરમાં કેલ્શિયમની પૂર્તિ માટે અન્ય વિકલ્પો પણ છે.
દહીં:
એક કપ દહીંમાં ૩૦ ટકા જેટલું કેલ્શિયમ હોય છે. ઉપરાંત તેમાંફોસ્ફરસ, પોટેશિયમ, વિટામિન બીટુ અને વિટામિન બી૧૨ સમાયેલા હોય છે. તેથી જે દૂધનું સેવન ન કરતા હોય તેમણે દહીં ખાવું જોઇએ.
પનીર:
પનીરમાં ભરપુર માત્રામાં કેલ્શિયમ સમાયેલું હોય છે. પનીરના સેવનથી શરીરમાં કેલ્શિયમની સાથેસાથે પ્રોટીનની પણ કમી ઓછી થઇ જાય છે.
બીજ:
બિયાં અલસી, દૂધી અને તલના બિયાં કેલ્શિયમના સારા સ્ત્રોત છે. જેમાં કેલ્શિયમની સાથેસાતે પ્રોટીન અને ઓમેગા-૩ ફેટી એસિડ પણ પ્રર્યાપ્ત માત્રામાં સમાયેલા હોય છે.
બીન્સ:
એક કપ બીન્સમાં ૨૪ ટકા જેટલું કેલ્શિયમ હોય છે. તેથી રોજિંદા આહારમાં બીન્સને અવશ્ય સામેલ કરવા જોઇએ.
ભીંડા:
એક બાઉલ ભીંડામાં ૪૦ ગ્રામ કેલ્શિયમ હોય છે. ભીંડાને અઠવાડિયામાં બે વખત ખાવાથી દાંત ખરાબ થતા નથી અને હાડકા મજબૂત થાય છે.
પાલક:
પાલકમાં ભરપુર માત્રામાં કેલ્શિયમ સમાયેલું છે. ૧૦૦ ગ્રામ પાલકમાં ૯૯મિ.લી. કેલ્શિયમ હોય છે. શરીરને સ્વસ્થ રાખવા માટે અઠવાડિયામાં ત્રણ વખત પાલક અવશ્ય ખાવી જોઇએ.
સોયાનું દૂધ:
સાયાનું દૂધ અથવા તો ટોફૂને રોજિંદા આહારમાં સામેલ કરવાથી ફાયદો થાય છે. તેનો સ્વાદ સામાન્ય દૂધના સ્વાદ કરતા અલગ હોય છે. તેમાં કેલ્શિયમ પ્રચુરમાત્રામાં સમાયેલું હોય છે.
બદામ:
બદામમાં પ્રચુર માત્રામાં પ્રોટીન અને કેલ્શિયમ સમાયેલું હોવાથી તેના સેવનથી હાડકા મજબૂત થાય છે