- ચહેરા પર ચમક લાવવા ઘરગથ્થુ ઉપાય કરો
- ચમક એવી કે તમે પણ નહીં કરો વિશ્વાસ
- કેળાં અને પપૈયાંનો ઉપયોગ કરી ચહેરા પર લાવો ચમક
ગોરો રંગ કોને નથી જોઈતો? આજે પણ લોકો ગોરા રંગને સુંદરતાનું પ્રતિક માને છે. આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિ સુંદર રહે તેવી ઇચ્છા રાખે છે. ભારતમાં, ખાસ કરીને ગોરો રંગ સુંદર તરીકે જોવામાં આવે છે. આવી સ્થિતિમાં, દરેક છોકરી પોતાને સુંદર બનાવવાની કોશિશ કરતી રહે છે. જો તમે પણ ગોરો રંગ મેળવવા માંગો છો તો તમે આ ઘરેલું ઉપાયો અપનાવી શકો છો. ગોરો રંગ મેળવવા માટે તમારે શું કરવું પડશે તે જાણો.
ચહેરાને ગોરો બનાવવા માટે તમે દહીંનો ઉપયોગ કરી શકો છો. દહીંમાં લેક્ટિક એસિડ હોય છે, જે કુદરતી બ્લીચનું કામ કરે છે. આ માટે થોડું દહીં લો અને ચહેરા પર મસાજ કરો. ત્યારપછી ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો. તમે રંગમાં તફાવત જોવાનું શરૂ કરશો. પપૈયું ખાવાની સાથે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. પપૈયા કુદરતી બ્લીચ તરીકે પણ કામ કરે છે. પપૈયાનો ટુકડો લો અને તેને ચહેરા પર સારી રીતે ઘસો. લગભગ 2-3 મિનિટ પછી પાણીથી ચહેરો ધોઈ લો.
તમે કાચા કેળાનો ઉપયોગ કાળા પડી ગયેલા ચહેરાને નિખારવા માટે પણ કરી શકો છો. તેના માટે અડધા પાકેલા કેળાને દૂધમાં પીસીને ચહેરા પર લગાવો. 10 મિનિટ બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. તેનાથી તમારો ચહેરો ધીરે ધીરે સફેદ થવા લાગશે.