તાવ આવે એટલે ન લઈ લો પેરાસિટામોલ
શરીરને થાય છે ખૂબ નુકસાન
લીવર અને કિડનીને પણ પહોંચે છે નુકસાન
તમે તમારા વડીલો પાસેથી ઘણી વાર સાંભળ્યું હશે કે કોઈ પણ વસ્તુની અતી યોગ્ય નથી. જો કોઈ વસ્તુ વધારે હોય તો તેનાથી નુકસાન થવા લાગે છે. આ વાત તે દવાઓ માટે પણ ફિટ બેસે છે જે આપણને રોગોથી દૂર રાખે છે. સામાન્ય રીતે ભારતમાં પેરાસીટામોલ એક એવી દવા છે કે લોકો કોઈપણ તબીબી સલાહ વિના તાવ જેવી બીમારીમાં જાતે લેવાનું શરૂ કરે છેજો તમે તેનો વધુ પડતો ઉપયોગ કરો છો અથવા તેને બેદરકારીથી લો છો તો તે તમને ઘણી રીતે નુકસાન પહોંચાડી શકે છે. ડોક્ટરોના મતે પેરાસિટામોલ તાવ, શરીરનો દુખાવો ઘટાડવામાં અસરકારક છે. પરંતુ ભૂલથી પણ તેનો ડબલ ડોઝ ન લેવો જોઈએ. ડબલ ડોઝ લેવાથી તમારી કિડની અને લીવરને નુકસાન થવાનું જોખમ વધી જાય છે.તાવ અને દુખાવાની સારવાર માટે પેરાસિટામોલ ખૂબ જ લોકપ્રિય, સામાન્ય અને સસ્તો ઉપાય છે. પરંતુ નિષ્ણાંતો તેના ડોઝને લઈને સાવધાન રહેવાની સલાહ આપે છે. તેમના જણાવ્યા અનુસાર, વયસ્કોને 500 એમજી પેરાસિટામોલની એક અથવા બે ગોળી દિવસમાં ચાર વખત સુધી આપવામાં આવે છે. પરંતુ તેનાથી વધારે ડોઝ શરીરને ઘણા પ્રકારના નુકસાન પહોંચાડી શકે છે.
ઈંગ્લેન્ડની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવાનું કહેવું છે કે ઉપર જણાવેલ ડોઝથી વધારે પેરાસિટામોલનું સેવન કિડની અને લિવરને ખરાબ કરી શકે છે.અમુક કેસમાં પરિણામ તેનાથી પણ ખરાબ આવી શકે છે. એવામાં તેનો ઉપયોગ સાવધાની સાથે કરો.સાઈન્ટિફિક રિપોર્ટ્સ જર્નલમાં એક રિસર્ચ પ્રકાશિત થયો છે. જેને હાલમાં જ કરવામાં આવ્યું હતું. આ રિસર્ચમાં મનુષ્ય અને ઉંદરના લિવરની યકૃત કોશિકાઓ પર પેરાસિટામોલના પ્રભાવનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું. તેમાં જાણવા મળ્યું કે દુખાવામાં રાહતનો લિવર પર પ્રતિકુળ પ્રભાવ પડી શકે છે કારણ કે આ અંગમાં રહેલી કોશિકાઓની વચ્ચે સંરચનાત્મક કનેક્શનને નુકસાન પહોંચાડે છે. તેના પરિણામ સ્વરૂપ લિવર માંસપેશીઓની રચનાને નુકસાન થાય છે, કોશિકાઓ યોગ્ય રીતે કામ કરવાની ક્ષમતા ખોઈ બેસે છે. તે ઉપરાંત વ્યક્તિનું મોત પણ થઈ શકે છે.પેરાસિટામોલની અતિથા થતા નુકસાન ઠીક એવા જ છે જેના હેપેટાઈટિસ, કેન્સર અને સિરોસિસના દર્દીઓને થાય છે. નિષ્ણાંતોનું કહેવું છે કે જો તેનો યોગ્ય ખોરાક લેવામાં આવે તો તેના દુષ્પ્રભાવની આશંકા નથી રહેતી. તેમ છતાં જો તમે તેનાથી થતા નુકસાનથી ચિંતિત છો તો પેરાસિટામોલ લીધા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.