• માઇક્રોલિટર દીઠ 1,50,000 થી 4,50,000 પ્લેટલેટ્સ
• બ્લડ ક્લોટિંગ માટે પ્લેટલેટ્સ જવાબદાર
• વ્યક્તિને દરરોજ 400 માઇક્રોગ્રામ ફોલેટની જરૂર
તમારા શરીરમાં રહેલ પ્લેટ્સ એકદમ નાજુક હોય છે, પરંતુ એ જ તમારા સ્વસ્થ્યના રક્ષક હોય છે. ત્યારે શરીરમાં પ્લેટલેટ્સની માત્ર ઓછી થવા પર તમારે ઘણી બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. પ્લેટલેટ્સ એ એવા બ્લડસેલ્સ છે જે તમારા બ્લીડીંગને રોકવામાં મદદ કરે છે. પ્લેટલેટ્સ આપના શરીરમાં બ્લડ કલોટ્સ બનાવવામાં મદદ કરે છે. જેથી જયારે શરીર પર કોઈ ઘાવ પડે તો વધુ લોહી ન નીકળે અને ઘાવ જલ્દી રૂઝાવા લાગે.શરીરમાં પ્લેટલેટ્સ ની સંખ્યા ઓછી થવા પર વ્યક્તિને થ્રોમ્બોસાઈટોપેનિયા નામની બીમારી થઇ શકે છે. શરીરમાં પ્લેટલેટ્સ વધારવા માટે તમારે ખાસ પ્રકારનું ભોજન, ડાયટ કરવું પડે છે. આ સિવાય શરીરમાં બોડી પ્લેટલેટ્સ વધારવા માટે ઘણા નેચરલ ઉપચાર પણ અપનાવી શકો છો.
પ્લેટલેટ્સ રંગવિહીન બ્લડ સેલ્સ હોય છે જે બ્લડ ક્લોટિંગ માટે મહત્વનો ભાગ ભજવે છે. જયારે કોઈ વ્યક્તિના શરીર પર કોઈ ઘાવ વાગે ત્યારે આ સેલ્સ એકબીજાને મળી જાય છે અને ત્યાંથી લોહીનો સ્ત્રાવ થતો અટકાવે છે. નેશનલ હાર્ટ, લંગ એન્ડ બ્લડ ઇન્સ્ટિટ્યૂટ અનુસાર, પુખ્ત વયના લોકોના લોહીમાં પ્લેટલેટ્સની રેન્જ માઇક્રોલિટર દીઠ 1,50,000 થી 4,50,000 પ્લેટલેટ્સ છે. જ્યારે કોઈ વ્યક્તિના લોહીમાં પ્લેટલેટ્સ કાઉન્ટ 1,50,000 પ્રતિ માઇક્રોલિટર ઘટી જાય છે, ત્યારે તેને લો પ્લેટલેટ્સ કહેવામાં આવે છે. આહારમાં ઘણા વિટામિન્સ અને ખનિજોનો સમાવેશ કરીને પ્લેટલેટ્સ કાઉન્ટ વધારી શકાય છે.
આ છે ઓછા પ્લેટ્સના લક્ષણો:
નાકમાંથી રક્તસ્ત્રાવ
પેઢામાંથી લોહી નીકળવું
પેશાબમાં લોહી
મળમાં લોહી દેખાવું
પીરિયડ્સ દરમિયાન ખૂબ જ રક્તસ્ત્રાવ થાય
ત્વચા પર વાદળી-ભૂરા રંગના ડાઘા
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અનુસાર, 14 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને દરરોજ 2.4 માઇક્રોગ્રામ વિટામિન B12 ની જરૂર હોય છે. સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાને દિવસમાં 2.8 માઇક્રોગ્રામ વિટામિન B12 ની જરૂર હોય છે.
કેટલાક સપ્લિમેન્ટ્સ છે જે તમારા પ્લેટલેટ્સની કાઉન્ટમાં વધારો કરી શકે છે. જો કે, કોઈપણ સપ્લિમેન્ટ્સ લેતા પહેલા ડોક્ટરને મળવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીં તો તે તમારા સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરી શકે છે.
ક્લોરોફિલ –
ક્લોરોફિલ એ વનસ્પતિમાં જોવા મળતું ગ્રીન પીગમેન્ટ છે. આલ્ગી આધારિત સપ્લિમેન્ટ્સમાં ક્લોરોફિલનું પ્રમાણ ખૂબ જ વધુ હોય છે.
પપૈયાના પાનનો રસ –
વર્ષ 2017માં કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું પપૈયાના પાનના જ્યુસનું સેવન કરવાથી પ્લેટલેટની ગણતરી વધી શકે છે. ઘણા હેલ્થ સ્ટોર્સમાં પપૈયાના પાનના રસમાંથી બનેલી ગોળીઓ પણ મળે છે.
કેટલાક ખોરાક અને પીણાં છે જે તમારા પ્લેટલેટ્સની ગણતરી વધારવાને બદલે ઘટાડી શકે છે. જેમ કે કૃત્રિમ સ્વીટનર, ક્રેનબેરીનો રસ