બટાકાનો રસ સુંદરતા જાળવવામાં ઘણો જ લાભકારી સાબિત થાય છે.
બટાકાને પીસીને તેનો રસ દરરોજ 20 મિનિટ સુધી ચહેરા પર રાખવો જોઈએ
બટાકાના રસનો ઉપયોગ ટોનર તરીકે કરી શકો છો
બટાકાનો રસ સુંદરતા જાળવવામાં ઘણો જ લાભકારી સાબિત થાય છે. જો તમારા ચહેરા પર ફ્રીકલ્સના નિશાનો દેખાવા લાગ્યા છે અને તે કાળા ડાઘનું સ્વરૂપ લઈ રહ્યા છે, તો તેને હળવા કરવા માટે, તમારે બટાકાને પીસીને તેનો રસ દરરોજ 20 મિનિટ સુધી ચહેરા પર રાખવો જોઈએ. આનાથી, હઠીલા ફ્રીકલ્સ તો દૂર થશે જ, સાથે જ ડાર્ક સ્પોટ્સ પણ હળવા થવા લાગશે.કરચલીઓ એ વૃદ્ધત્વની નિશાની છે. આવી સ્થિતિમાં, ફાઇન લાઇન્સને દૂર રાખવા માટે, દરરોજ 20 મિનિટ સુધી ચહેરા પર બટાકાનો રસ લગાવો અને પછી પાણીથી ચહેરો સાફ કરો. થોડા દિવસોમાં તમને ફરક દેખાવા લાગશે.
બટેટા અને લીંબુનાં રસનો ઉપયોગ:
એક બાઉલમાં સરખા પ્રમાણમાં બટેટા લો અને તેનો રસ અને લીંબુનો રસ કાઢીને તેને મિક્સ કરો અને તેને કોટનની મદદથી સ્કીન પર લગાવો. 20 મિનિટ પછી ચહેરો ધોઈ લો. લીંબુના રસમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે ત્વચા માટે શ્રેષ્ઠ વિટામિન્સમાંનું એક માનવામાં આવે છે. તમે તેને અઠવાડિયામાં 3 વખત ચહેરા પર લગાવી શકો છો. મુલતાની માટી અને બટાકાના રસમાં ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ બનાવો અને ચહેરા પર લગાવો. સુકાયા બાદ ચહેરાનેણ સારી રીતે સાફ કરી લો. આ પ્રયોગ અઠવાડિયામાં બે વાર કરી શકાય છે. જો તમે પિમ્પલ્સથી પરેશાન છો, તો તમે એક ચપટી હળદર ઉમેરીને પણ તેનો ઉપયોગ કરી શકો છો.
ટોનર તરીકે બટાકાનાં રસનો ઉપયોગ:
એક મધ્યમ કદના બટેટૂ લો અને તેનો રસ કાઢો. હવે તેમાં એક કપ પાણી ઉમેરો અને તેને સ્પ્રે બોટલમાં ભરી રાખો. તમે બટાકાના રસનો ઉપયોગ ટોનર તરીકે કરી શકો છો. તેને રેફ્રિજરેટરમાં સ્ટોર કરો, પરંતુ તેને 2 થી 3 દિવસથી વધુ સમય માટે સ્ટોર કરશો નહીં.