ઓછા ફાઇબરવાળા ખોરાકને ડાયટ માં સામેલ કરો
બ્લેન્ડ ડાયટ પેટ માટે ઉત્તમ ઔષધી
બ્લેન્ડ ડાયટથી ગેસ્ટ્રિક એસિડિટીથી આરામ મળે છે
જો તમારી પાચનશક્તિ સારી નથી તો તમે આ ડાયટ કરી શકો છો. તેમાં વધુ તેલ કે મસાલાવાળા ખોરાકને સામેલ કરવામાં આવતું નથી. તો ચાલો જાણીએ શું છે બ્લેન્ડ ડાયટ અને આ ડાયટમાં શું શું સામેલ કરી શકાય છે.આપણે રોજીંદા જીવનમાં અલગ-અલગ ડાયટ ફોલો કરીએ છીએ. આવું જ એક ડાયેટ છે બ્લેન્ડ ડાયટ. ઓછા ફાઇબરવાળા ખોરાકને આ ડાયટમાં સામેલ કરવામાં આવે છે, જે ઓછા તેલ અને મસાલામાં તૈયાર કરવામાં આવે છે. જો તમારી પાચનશક્તિ સારી નથી તો તમે આ ડાયટ કરી શકો છો. તેમાં વધુ તેલ કે મસાલાવાળા ખોરાકને સામેલ કરવામાં આવતું નથી. તો ચાલો જાણીએ શું છે બ્લેન્ડ ડાયટ અને આ ડાયટમાં શું શું સામેલ કરી શકાય છે.
- શું છે બ્લેન્ડ ડાયટ?
બ્લેન્ડ ડાયટ પેટ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. હળવા આહારમાં ફાઈબરનું પ્રમાણ ઓછું હોય છે. બ્લેન્ડ ડાયટ ઓછા તેલ અને મસાલા સાથે તૈયાર કરવામાં આવે છે. જો તમને પેટ સંબંધિત સમસ્યાઓ જેવી કે ડાયરિયા, એસિડ રિફ્લક્સ, ચાંદા. મિતલી હોય તો આ ડાયટ બેસ્ટ માનવામાં આવે છે.
- ઉનાળામાં બેસ્ટ છે બ્લેન્ડ ડાયટ
જો તમે ઉનાળાના દિવસોમાં બ્લેન્ડ ડાયટ લેશો તો તે તમારા માટે વધુ ફાયદાકારક રહેશે. ગરમીના કારણે થતી ગેસ્ટ્રિક એસિડિટીથી પણ તમને રાહત મળશે અને હાર્ટબર્નની સમસ્યા પણ દૂર થઈ જશે. તેમાં મસાલાઓ ન બરાબર હોય છે, તેથી તમારા પેટમાં સમસ્યા થતી નથી.
શું લેવું જોઇએ બ્લેન્ડ ડાયટમાં?
- આ ડાયટમાં તમે ઇંડા, માછલીનું સેવન કરી શકો છો.
- લો ફેટ ડેરી પ્રોડક્ટ્સ કે પનીર-દહીં પણ સામેલ કરી શકો છો.
- અનાજમાં તમે ચાખોનું સંતુલિત પ્રમાણમાં સેવન કરી શકો છો.
- સફરજન, કેળા આ ડાયટમાં બેસ્ટ માનવામાં આવે છ
- આ સિવાય વટાણા, કદ્દૂ, બટાકા, શક્કરિયા, ગાજર વગેરે પણ ખાઇ શકો છો
- આ વસ્તુઓથી રાખો તકેદારી
- આ ડાયટમાં ફૂલ ફેટ ડેરી પ્રોડક્ટ્સ અવોઇડ કરવી
- આ સિવાય ચા, કોફી, શરાબનું સેવન ભૂલથી પણ ન કરવું
- સિટ્રિસ ફ્રૂટ્સ, અનાજ અને સીડ્સનું પણ સેવન ન કરવું.
- બ્લેન્ડ ડાયટમાં તેલ-મસાલા, અથાણું, શિમલા મિર્ચ, સૂકા વટાણા અને ફ્લાવરનું સેવન ન કરવું જોઇએ
ફાયદાઓ
- આ ડાયટ લેવાથી હાર્ટબર્નની સમસ્યા દૂર થઈ શકે છે.
- જો તમને કબજિયાતની સમસ્યા હોય તો તમારે આવો જ સાદો આહાર લેવો જોઈએ.
- જો તમને વારંવાર અલ્સરની સમસ્યા રહેતી હોય તો પણ તમે આ ડાયટ કરી શકો છો.
- જો પેટમાં બળતરા, દુખાવો અથવા ખાટા ઓડકાર, પેટ ફૂલવું, માથાનો દુખાવાની સમસ્યા હોય તો તમારે બ્લેન્ડ ડાયટ કરવું જોઈએ.