ભારતીય ભોજનની વાત કરીએ તો મરચાને નજરઅંદાજ કરી શકાય નહીં. લીલા મરચાનો ઉપયોગ તો બધા લોકો કરે છે અને તે ભોજનનો એક મહત્વપૂર્ણ ભાગ છે કારણ કે તેને સ્વાસ્થ્ય માટે સારા ગણવામાં આવે છે. શાક-દાળની સાથે-સાથે સલાડમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ભોજનની સાથે ઘણા લોકો બે-ત્રણ લીલા મરચા પણ ખાય છે. મરચા ભોજનના સ્વાદને વધારવાનું કામ કરે છે,અને લીલા મરચામાં ઘણા પ્રકારના પોષક તત્વો જેમ કે- વિટામિન એ, બી6, સી, આયરન, કોપર, પોટેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેડથી ભરપૂર હોય છે. પરંતુ તેમાં બીટા કેરોટીન, ક્રીપ્ટોક્સાન્થિન, લુટેન, જેક્સન્થિન વગેરે જેવી સ્વાસ્થ્યવર્ધક વસ્તુ પણ હોય છે. તેવામાં તેને ખાવાથી સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ઘણી વસ્તુ પર અસર પડે છે,
- વજન ઓછુ કરવા માટે
મોટાપાને કારણે સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. લીલા મરચાનો ઉપયોગ મોટાપાની સમસ્યાથી છુટકારો અપાવવામાં મદદરૂપ થઈ શકે છે.
- આંખો માટે
આંખોને સ્વસ્થ રાખવા માટે લીલા મરચા ફાયદાકારક સાબિત થઈ શકે છે. મરચામાં બીટા કેરોટીન હોય છે, જે આંખોને સ્વસ્થ રાખવાની સાથે આંખોની રોશની વધારવામાં મદદ કરે છે. રિસર્ચમાં સામે આવ્યું કે લીલા મરચામાં લ્યૂટિન અને જેક્સેન્થિન જેવા પોષક તત્વોની સાથે-સાથે એન્ટીઓક્ટીડેન્ટ ગુણ પણ હોય છે. લીલા રચામાં મળતા આ ગુણ આંખો માટે ફાયદાકારક સાબિત થાય છે.
- કેન્સર માટે
લીલા મરચાથી તમે કેન્સરને દૂર રાખી શકો છો. તેમાં એન્ટી ઓક્સીડેન્ટ્સ હોય છે જે તમારા શરીરની આંતરિક સફાઈની સાથે ફ્રી રેડિકલથી બચાવી કેન્સરના ખતરાને ઓછો કરે છે. પરંતુ કેન્સર એક એવી બીમારી છે જેને દૂર રાખવા આપણે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
- હ્રદયના સ્વાસ્થ્ય માટે
હ્રદયને સ્વસ્થ રાખવા માટે લીલા મરચાનો ઉપયોગ કરી શકાય છે. તેમાં કેપ્સાઇસિન નામનું કમ્પાઉન્ડ હોય છે, જે મર્ચાને તીખા અને સ્વાસ્થ્યવર્ધક બનાવે છે. આ કમ્પાઉન્ડ હ્રદય રોગોની સમસ્યાને દૂર કરવા અને હ્રદયને સુરક્ષા પ્રદાન કરવામાં ફાયદાકારક સાબિત થાય છે.
- સ્કિન માટે
વિટામિન-ઈથી ભરપૂર લીલા મરચા તમારી ત્વચા માટે પણ ફાયદાકારક હોય છે. તે સિવાય સ્કિનને હંમેશા સુંદરઅને મજબૂત રાખે છે.
- તાવ-શરદીમાં
મરચામાં રહેલ capsaicin આપણા નાકમાં રહેલ mucus membranes ને ઉત્તેજિત કરે છે, તે આપણી બંધ શ્વાસ સિસ્ટમને ખો લી દે છે અને શરદીમાં તત્કાલ રાહત આપે છે.
લીલા મરચાના ફાયદાની સાથે નુકસાન પણ છે, તે પણ જાણો
- Nutrients જર્નલમાં પબ્લિશ થયેલી એક સ્ટડી જણાવે છે કે લીલા મર્ચાના ઘણા નુકસાન થઈ શકે છે જે વધુ ખતરનાક છે.
- દરરોજ 50 ગ્રામથી વધુ લીલા મરચાનું સેવન કરવાથી Dementia જેવી સ્થિતિ ઉભી થઈ શકે છે.
- ખુબ વધુ માત્રામાં લીલુ મરચું ખાવાથી શરીરમાં toxins પણ વધી જાય છે.
- વધુ લીલા મરચા ખાવાથી પેટમાં જે રીતે કેમિકલ રિએક્શન હોય છે જેમ પેટમાં બળતરા, સોજો વગેરે.
- એસિડિટીનું કારણ પણ લીલું મરચું બની શકે છે.