વધેલ વજન દરેક પરેશાનીનું મૂળ
વજન ઉતારવા માટે ડ્રાયફ્રૂટ્સને ડાઈટમાં શામેલ કરવા
એક મુઠ્ઠી અખરોટ ખાવાથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે
વધેલ વજન દરેક પરેશાનીનું મૂળ હોય છે એવામાં ખાસ કરીને પેટ અને કમર આસપાસ જમા થતી ચરબીથી છુટકારો મેળવવોએ ઘણી અઘરી વાત છે. એવામાં જરૂરી છે દરરોજની લાઈફસ્ટાઈલ અને ખોરાકની આદતોમાં બદલાવ કરવો જોઈએ. એવામાં એક્સપર્ટનું કહેવું છે કે વજન ઉતારવા માટે ડ્રાયફ્રૂટ્સને ડાઈટમાં શામેલ કરવા જોઈએ. ડ્રાય ફ્રૂટ્સ શરીર અને મગજ બંને માટે ખૂબ જ જરૂરી અને ફાયદેમંદ રહે છે. ખાસ કરીને રોજ એક મુઠ્ઠી અખરોટ ખાવાથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે.
અખરોટમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફાઈબર હોય છે. આ સિવાય તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, કોપર, ફૉસ્ફરસ. સેલેનિયમ, જિંક, ફેટી એસિડ અને ઓમેગો-3 ફેટી એસિડ હોય છે. ચાલો જોઈએ અખરોટ ખાવાથી શરીર અને મગજને કેવા ફાયદા મળે છે.
હાડકાં મજબૂત બને છે
અખરોટ એક એવું ડ્રાયફ્રુટ છે જેમાં આલ્ફા-લીનોલેનિક એસિડ મળી રહે છે અને તેની મદદથી શરીરના હાડકાં મજબૂત બને છે. એટલા માટે અખરોટનું સેવન કરવું જોઈએ.
ડાઈજેશન સારું રહેશે
જે લોકોએ ગેસ અને કબજિયાત જેવી સમસ્યા રહેતી હોય છે એમને સવારના સમયે પલાળેલા અખરોટનું સેવન કરવું જોઈએ. કારણકે તેમાં ફાઈબરની માત્રા ઘણી વધુ હોય છે અને તેનાથી પાચન તંત્ર મજબૂત રહે છે.
વજન ઓછું કરવામાં મદદગાર
જે લોકો વધતાં વજનને કોઈ પણ રીતે ઓછું નથી કરી શકતા એમને રોજ પલાળેલા અખરોટ ખાવા જોઈએ કારણ કે તેમાં પ્રોટીનની માત્રા વધુ હોય છે અને કેલેરી ઓછી હોય છે.
ડાયાબિટીસમાં અસરકારક
હાલના સમયમાં ડાયાબિટીસ એક મોટી સમસ્યા બની ગઈ છે. ડાયાબિટીસની ચપેટમાં આવેલ લોકો માટે હેલ્થી ડાઈટ બેસ્ટ ઓપ્શન છે. એવામાં એમને તેમની ડાઈટમાં રોજ 2-3 પલાળેલા અખરોટનો સમાવેશ કરવો જોઈએ.