હવે ડાયટીંગ વગર ઘટી જશે વજન
માત્ર અપનાવી પડશે અમુક ટીપ્સ
તમારે ડાયટમાં આ વસ્તુને કરવી પડશે એડ
આજના સમયમાં દરેક માણસ મેદસ્વિતાથી પરેશાન છે એવામાં લોકો ડાયટીંગ કરે છે અને અનેક પ્રકારની કસરત કરે છે. પરંતુ હવે તમે કસરત વગર પણ પોતાનુ વજન ઘટાડી શકો છો. અમે તમને અમુક એવી ટીપ્સ જણાવીશું જેને અપનાવીને તમે સરળતાથી પોતાનુ વજન ઘટાડી શકો છો.
થોડુ-થોડુ કરીને અનેક વખત જમો
થોડુ થોડુ કરીને ખાવુ મહત્વની ભૂમિકા નિભાવે છે. મન લગાવીને ખાવુ અને ખાવા-પીવા પર ધ્યાન આપો. તો ધ્યાન ભટકાવનારા કામો જેવા ફોન, ટીવી વગેરે ચાલુ હોવા સમયે ખાવાનુ ટાળવુ જોઈએ. કારણકે તમે ટીવી અથવા ફોન ચલાવતી વખતે જ્યારે ખાવાનુ ખાવો છો ત્યારે તમે પોતાની ડાયટ કરતા વધુ ભોજન લઇ લો છો. તેથી ટીવી જોતા અથવા ફોન ચલાવતી વખતે ભોજન ના કરવુ જોઈએ.
ડાયટમાં પ્રોટીન એડ કરો
મોટાભાગના લોકોને ડાયટમાં પ્રોટીનની કમી હોય છે. પરંતુ ફીટ રહેવા માટે ડાયટમાં પ્રોટીનનુ હોવુ અત્યંત જરૂરી છે. પ્રોટીન આપણા પેટને લાંબા સમય સુધી ભરેલુ રાખે છે.
પોતાને હાઈડ્રેટ રાખો
વજન ઘટાડવા માટે પોતાને હાઈડ્રેટ રાખવુ ખૂબ જરૂરી છે. એવામાં તમે પાણી ભરપૂર માત્રામાં પીવો. આ ઉપરાંત તમે સૂપ, જ્યુસ પણ પોતાના ડાયટમાં એડ કરી શકો છો. ઉલ્લેખનીય છે કે જો તમે ભરપૂર માત્રામાં પાણી પીવો છો તો તમે પોતાનુ વજન ઘટાડી શકો છો. ખાસ કરીને તમે જમતા પહેલા પાણી પીશો તો આ વધુ અસરદાર હોય છે.