બદામનુ સેવન કરવાથી અનેક પ્રકારના થાય છે ફાયદા
બદામનુ વધુ માત્રામાં સેવન કરશો તો શરીરમાં થશે નુકસાન
આખા દિવસમાં 5 થી 6 પીસ બદામનુ સેવન કરો
શારીરીક અને માનસિક સ્વાસ્થ્ય માટે બદામને ખૂબ હેલ્ધી માનવામાં આવે છે. તો મર્યાદિત માત્રામાં બદામનુ સેવન કરવાથી વજન ઘટાડવાથી લઇને ઈમ્યુનિટી બુસ્ટ કરવા સુધીના અનેક ફાયદા મળે છે. જો તમે તેનુ વધુ માત્રામાં સેવન કરો છો તો આ ફાયદો પહોંચાડવાની જગ્યાએ નુકસાન પહોંચાડી શકે છે.
વધી શકે છે વજન
શું તમને ખબર છે કે 28 ગ્રામ બદામમાં લગભગ 164 કેલેરી હોય છે. એવામાં જો તમે અન્ય દરરોજના આહારની સાથે બદામનુ વધુ સેવન કરો છો તો આ તમારા શરીરના વજનને વધારી શકે છે. તેથી પ્રયાસ કરો કે આખા દિવસમાં 5 થી 6 પીસ બદામનુ સેવન કરો.
કબજીયાતની સમસ્યા થઇ શકે છે
બદામ ફાઈબરથી ભરપૂર હોય છે. બદામમાં સારી માત્રામાં ફાઈબર હોય છે. ફાઈબર આરોગ્ય માટે શ્રેષ્ઠ છે, પરંતુ વધુ ફાઈબર આરોગ્ય માટે નુકસાનકારક નિવડી શકે છે. તેથી જો તમે બદામનુ વધુ સેવન કરો છો તો પેટની સમસ્યા થઇ શકે છે. જેના કારણે તમને ઝાડા, પેટનુ ફૂલવુ અને પેટમાં દુ:ખાવો પણ થઇ શકે છે.
કિડની સ્ટોનનુ જોખમ
બદામની અંદર ઘુલનશીલ ઑક્સિલેટથી ભરપૂર હોય છે. શરીરમાં વધુ માત્રામાં ઑક્સિલેટ થવાથી કિડનીમાં પથરી થવાની શક્યતા ઘણી વધી શકે છે. તેથી બદામનુ મર્યાદિત માત્રામાં સેવન કરો.