- લીંબુ શરીર માટે છે ખુબજ ગુણકારી
- સ્કીન,ઇમ્યુનિટી, કિડની માટે લીંબુ છે અમૃત
- પાચનતંત્રને ચકાચક રાખતું લીંબુ
રોજ બરોજના ઉપયોગમાં લેતા લીંબુને આપડે ભોજનમાં નાખતા હોઈએ છીએ જેનાથી સ્વાદ મસ્ત આવે પરતું શું તમે જાણો છો કે રોજે લીંબુનું સેવન કરવાથી કેટલા ફાયદા થાય છે. લીંબુમાં રહેલા તત્વો તમારા માટે ખુબજ લાભ દાયક છે. દરરોજ માત્ર એક લીંબુનું સેવન કરવાથી તમને ઘણી રીતે ફાયદો થાય છે. લીંબુમાં રહેલુ વિટામિન સી, લિક્વીડ ફાઇબર અને પ્લાન્ટ કમ્પાઉન્ડની માત્રા તમારા માટે અત્યંત ફાયદાકારક છે. તેના સેવનથી વજન ઘટાડવાથી લઈને હૃદય રોગ, એનિમિયા, કિડની સ્ટોન અને પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે.
લીંબુના સેવનથી ફેટી લિવરની સમસ્યા દૂર થાય છે. તેની નેચરલ ક્લીંઝિંગ કરવાની ક્ષમતા લીવરને ફાયદો કરે છે. સવારે એક ગ્લાસ નવશેકા પાણીમાં લીંબુનો રસ પીવો. આના કારણે શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને પાચનતંત્ર પણ સારું રહે છે. લીંબુનું સેવન તમને કિડની સ્ટોન સમસ્યાથી પણ બચાવે છે. તેમાં સાઇટ્રેટનું પ્રમાણ વધુ હોય છે. સાઇટ્રેટ કેલ્શિયમ ક્રિસ્ટલ બનવા દેતું નથી.
લીંબુનું સેવન શરીરમાં ગુડ બેક્ટેરિયાને પ્રોત્સાહન આપે છે અને ઇમ્યુનિટીને મજબૂત રાખે છે. લીંબુમાં પેક્ટીન નામનું ફાઈબર હોય છે, જે પ્રીબાયોટિક છે. તે હેલ્ધી બેક્ટેરિયાના વિકાસને પ્રોત્સાહન આપે છે. લીંબુમાં વિટામિન-સી ભરપૂર માત્રામાં હોય છે, તેથી તેનું સેવન સ્કીન માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આટલુજ નહીં જો તમારું ગળું ખરાબ છે, તો ગરમ પાણીમાં લીંબુનું સેવન કરો . તેને ઉકાળવાનું ટાળો, તે લીંબુની અસર ઘટાડે છે. હૂંફાળા પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરીને પીવાથી પણ તમને ફાયદો થશે.