થોડા સમય માટે રડી લો છો તો તમે ઘણું હળવું મહેસૂસ કરી શકો છો.
આંસુ તણાવથી રાહત આપે છે.
આંખો આંસુ નથી પાડી શકતી અને આંખોમાં બળતરા થાય છે
જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી અંદરથી નકારાત્મક લાગણીઓ સહન કરે છે, તો તેની અસર તેના સ્વાસ્થ્ય પર જલ્દી પડવા લાગે છે. આવી સ્થિતિમાં મન ભારે લાગે છે અને તકલીફ ઓછી થવાનું નામ નથી લેતી. આવી સ્થિતિમાં જો તમે તમારી ભાવનાઓ કોઈની સાથે શેર કરો છો, તો તેનાથી રાહત મળે છે.જો તમે થોડા સમય માટે રડી લો છો તો તમે ઘણું હળવું મહેસૂસ કરી શકો છો. જે પ્રકારે હસવું સેહત માટે સારૂ છે, તે જ પ્રકારે રડવાના પણ ઘણા ફાયદા છે. આપણા આંસુ ત્રણ પ્રકારના હોય છે. ભાવનાત્મક આંસુ, અનૈચ્છિક આંસુ, લુબ્રિકેટ આંસુ વગેરે. અનૈચ્છિક આંસુ બહારની ધૂળ વગેરે આંસુની રક્ષા કરે છે અને આંસુ તણાવથી રાહત આપે છે. જાણો રડવાના ફાયદા.
તણાવ ઓછો કરે
જો તમે ખૂબ જ તણાવમાં છો અને તેનાથી બહાર નીકળવા માટે તમે રડીને સારૂ મહેસૂસ કરે છે. તેવામાં જો તમે રડી લો છો ચો તમારા તણાવનું સ્તર ઘટી જાય છે અને તમે પહેલા કરતા હળવાશ અનુભવો છો.
આંખોને રાખે સ્વસ્થ :
જ્યારે તમે રડો છો ત્યારે તે તમારી આંખોમાં જમા થયેલી ગંદકીને સાફ કરે છે અને તેના કારણે તમારી આંખો લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે.
ડ્રાઈ આઈ પ્રોબ્લેમથી બચાવે:
લાંબા સમય સુધી કામ કરવાને કારણે ઘણા લોકોને આંખ ડ્રાય થવાની સમસ્યા રહે છે. આ સમસ્યામાં તમારી આંખો આંસુ નથી પાડી શકતી અને આંખોમાં બળતરા થાય છે. પરંતુ જ્યારે તમે રડો છો, ત્યારે બેઝલ ટિયર નીકળે છે અને તમારી આંખો વધુ સારી રીતે કામ કરવાનું શરૂ કરે છે.
સંબંધો મજબૂત બને:
જ્યારે તમે કોઈ માટે રડો છો. આમા તમારા અને તેમની વચ્ચેનો બોન્ડ વધારે મજબૂત બને છે. આ પ્રકારે તમારો સંબંધ મજબૂત બને છે અને તમારા સંબંધમાં આવેલી ખટાશ સ્નેહમાં પરિવર્તે છે.
માનસિક બીમારીથી બચાવે
જો તમે અંદરથી પરેશાન છો અને તમામ વાતોને અંદરો-અંદર જ સહન કરો છો. તો તે તમારા માનસિક સ્વાસ્થ્ય માટે ખરાબ સાબિત થઈ શકે છે. જો તમે રડી લો છો તો તમારી માનસિક સ્થિતી સામાન્ય થઈ જશે