જો બીપી હોય તો હવે તમારે દવા લેવાની જરૂર નથી
માત્ર આ નાની-નાની વસ્તુઓને કરો ફૉલો
તમારું બ્લડ પ્રેશર રહેશે કંટ્રોલમાં
શરીરમાં બ્લડ પ્રેસર વધવુ અને ઘટવુ આરોગ્ય માટે સારું નથી. બદલાતી જીવનશૈલી અને ખરાબ ખાન-પાનના પગલે મોટાભાગના લોકોને આ પ્રકારની પરેશાની થાય છે. ઘણી વખત તો સ્થિતિ એવી થાય છે કે કેટલાંક લોકોએ આખુ જીવન બીપીની ગોળીઓ ખાવી પડે છે.
અમે એવી ટિપ્સ લઇને આવ્યાં છીએ, જેમાં તમારે દવા ખાવાની જરૂર નથી. પરંતુ નાની-નાની વસ્તુઓને ફૉલો કરીને તમે સરળતાથી તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખી શકો છો.
દરરોજ કસરત કરો
કેટલાંક લોકો કસરત કરતા નથી. જેને પગલે તમારું શરીર અનેક બિમારીઓના ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે. બીપીની સમસ્યામાં દરરોજ કસરત કરવી પડશે. જેનાથી વધી ગયેલુ બીપી નિયંત્રણમાં આવી જાય છે. આ ઉપરાંત યોગ અથવા ધ્યાન પણ તમે લગાવી શકો છો. જેનાથી તમને આવશ્ય મદદ મળશે.
ડાયટ સારું બનાવો
આ સાથે તમારે તમારા ડાયટને પણ સારું બનાવવુ પડશે. જેનાથી તમારું બીપી કંટ્રોલમાં રહેશે. તમારા ડાયટથી હાઈ સોડિયમવાળી વસ્તુઓને તાત્કાલિક હટાવી દો અને પ્રયાસ કરો કે તમે લીલી શાકભાજીનું વધુમાં વધુ સેવન કરો.
સ્મોકિંગ અને દારૂથી દૂર રહો
સ્મોકિંગ અને દારૂથી તમારે દૂર રહેવુ જોઈએ. જેનાથી બીપીની સમસ્યા પણ વધે છે. ખરેખર તેનાથી હાઈબીપીની સમસ્યા વધવા લાગે છે. એવામાં તમારે આ બંને ચીજ વસ્તુઓથી દૂર રહેવુ પડશે.