- ગરમ કપડાં પહેરીને સુવાની ટેવથી થઈ શકે છે નુકસાન
- ઊનના કપડાં પહેરીને સુવાથી થઈ શકે છે સમસ્યા
- બેક્ટેરિયા સહિતની બીમારીઓ લાગી શકે છે
શિયાયાની રૂતુ ચાલી રહી છે. અને રોજે કડકડતી ઠંડી પણ પડી રહી છે. શિયાળામાં ગરમ કપડાં પહેરવાથી ઊંઘવામાં ઘણી રાહત મળે છે કારણકે, તેનાથી શરીરને હૂંફ મળે છે પરંતુ, શું તમને ખ્યાલ છે ઊનના કપડાં પહેરીને રાતે સૂવાથી તમારે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ વાત સાંભળીને તમને થોડું અજુગતું અવશ્ય લાગશે પણ આ વાત એકદમ સાચી છે. ચાલો જાણીએ આ આદતના કારણે તમારે કેવી-કેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
સૌથી પહેલા વાત કરીએ તો હૃદય રોગથી પીડાતા લોકોએ સ્વેટર પહેરીને સૂવાનું ટાળવું જોઈએ. ઉનના કાપડના તંતુઓ આપણા શરીરની ગરમીને લોક કરે છે અને આ સ્થિતિ તેમના માટે ગંભીર સાબિત થઇ શકે છે. શિયાળામાં ઘણી વખત રક્તવાહિનીઓ સંકોચાઈ જાય છે. ઊનના કપડાં પહેરીને સૂઇએ છીએ ત્યારે ક્યારેક બેચેની, ગભરામણ કે લો બ્લડ પ્રેશરની સમસ્યા પણ ઊભી થઇ શકે છે. સ્વેટરમાં સુવાની આદતના કારણે ફોલ્લીઓની સમસ્યા થવી સામાન્ય છે. ઘણા લોકોને આના કારણે ખંજવાળ અને ફોલ્લીઓની સમસ્યા થઇ જતી હોય છે. આ સમસ્યાથી બચવા માટે તમારે તમારી ત્વચા પર મોઈશ્ચરાઈઝર લગાવવું જોઈએ અને ઉનના કપડા પહેરીને સૂવું જોઈએ. કેટલાક લોકો ઊનના મોજાં પહેરીને સૂઈ જાય છે.
ઊનના મોજાં પહેરવાથી થર્મલ ઇન્સ્યુલેશન પરસેવાને સારી રીતે શોષતું નથી અને તેના કારણે ઘણી વખત બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત ઘણી વખત ગભરામણ, બેચેની અને પરસેવાની સમસ્યા પણ થાય છે. જો તમને લાગે કે સ્વેટર વગર તમારી શરદી દૂર થતી નથી તો ખૂબ જાડા ઊનના કપડાંને બદલે હળવા ગરમ કપડાં પહેરો અને પહેરતા પહેલા ત્વચાને સારી રીતે મોઇશ્ચરાઇઝ કરો.