તણાવ તમારા શરીર માટે જોખમી પ્રતિક્રિયા આપે છે.
સમયાંતરે શ્વાસ લો અને આરામ કરતા રહો
મન બેચેન હોય તો શરીર પણ બિમાર લાગે છે.
માણસના શરીરની તંદુરસ્તી તેના મનની શાંતિ અને સંતુલન પર આધાર રાખે છે. મન બેચેન હોય તો શરીર પણ બિમાર લાગે છે. મેન્ટલ હેલ્થની આ તકલીફ લાંબા સમય સુધી ચાલુ રહે તો શરીરમાં અનેક રોગો જન્મ લે છે. વ્યક્તિ બેચેન અથવા તણાવમાં હોય ત્યારે તેના શ્વાસનો દર વધી જતો હોય છે. તેનું મુખ્ય કારણ તમારૂં વધેલું બીપી હોઈ શકે છે. મેન્ટલ હેલ્થની સમસ્યાઓને કારણે બ્લડ પ્રેશર વધવાની તકલીફ ઉદ્દભવી શકે છે. સામાન્ય ચિંતા અને તાણને કારણે તમામ લોકોને મોટી મેન્ટલ હેલ્થ પ્રોબ્લમ નથી થતી પરંતુ કેટલીકવાર સતત તણાવની સ્થિતિને કારણે આ સમસ્યા સર્જાઈ શકે છે.ટૂંકા ગાળાના બ્લડ પ્રેશરના લેવલમાં વધારાને નિયંત્રિત કરી શકાય છે, પરંતુ જો તે નિયમિતપણે થાય છે તો તે હાયપરટેન્શન અને તેની સાથે સંકળાયેલ સમસ્યાઓનું કારણ બની શકે છે.વર્ક પ્રેશર, પર્સનલ સમસ્યા અને તમારી માનસિક શાંતિને અસર કરી શકે તેવી વિવિધ પરિસ્થિતિઓને કારણે તણાવભરી સ્થિતિનું સર્જન થાય છે.
આ સ્ટ્રેસ / તણાવ લાંબા ગાળે બ્લડ પ્રેશરના એકાએક વધારાનું મુખ્ય કારણ બની શકે છે. હજી સુધી હાયપરટેન્શનના કેસોનું મુખ્ય કારણ સ્ટ્રેસ જ હોય તેવા કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. જોકે ઘણા ડોકટરોનું અવલોકન કહે છે કે તણાવ તમારા શરીર માટે જોખમી પ્રતિક્રિયા આપે છે. સ્ટ્રેસના સમયમાં તમારું બ્લડ પ્રેશર વધવાના કેટલાક કારણો અહીં રજૂ કરી રહ્યાં છીએ.હાયપરટેન્શનમાં પરિણમતા તણાવની સાથે માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સંખ્યાબંધ સમસ્યાઓ પણ આવી શકે છે. જેના કારણોમાં ચિંતા, હતાશા અને મિત્રોથી અલગતા સામેલ હોઈ શકે છે. આવું સૂચવતા કોઈ પુરાવા નથી, પરંતુ ઘણા લોકો આવી પરિસ્થિતિઓથી પીડાય છે.
હાયપરટેન્શન માટે મેન્ટલ હેલ્થ પ્રોબ્લમ્સ કેવી રીતે અટકાવવી ?
તણાવના સ્તરને ઘટાડવાથી તમારા સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. અહીં માનસિક સ્વાસ્થ્યની અસરને ઘટાડવામાં મદદ કરી શકે તેવી કેટલીક ટીપ્સ આપી છે.
1. તમારી પાસે તમારા કાર્યો પૂર્ણ કરવા અને સમયસર સ્થળોએ પહોંચવા માટે પૂરતો સમય હોય એ રીતે સમયની ગોઠવણ કરો, કોઇ પણ કામમાં ઉતાવળ કરવાની જરુર નથી.
2. સમયાંતરે શ્વાસ લો અને આરામ કરતા રહો. તમારે તમારા કામમાંથી વિરામ લેવાની અને તમારા મનને આરામ કરવાની જરૂર છે.
3. વ્યાયામ – કસરતોથી તણાવમુક્ત રહી શકાય છે. તણાવથી દુર રહેવા માટે અમુક પ્રકારની ફિઝિકલ એક્સરસાઇઝને તમારી દિનચર્યામાં સામેલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
4. પુષ્કળ ઊંઘ લો, સારી માત્રામાં ઉંઘ લેવી જોઇએ. તમારે દિવસમાં ઓછામાં ઓછી 7 કલાકની ઊંઘ પૂરી કરવી જોઈએ.
5. થોડા સમય માટે નિયમિત રીતે યોગ કરવાનો પ્રયાસ કરો. 15-20 મિનિટ માટે પણ તે મદદરૂપ થઈ શકે છે.