માઉથવોશ અને ટૂથપેસ્ટમાં અત્યંત સ્ટ્રોંગ એન્ટિમાઇક્રોબાયલ્સ ધરાવે છે
દાતણની મદદથી તમે ડાયાબિટીસના દર્દી બનવાથી બચી શકો છો.
શહેરોમાં દાતણ પછાતપણાનો સંકેત માનવામાં આવી રહ્યો છે
પહેલા દેશમાં ડાયાબિટીસ અને હાઈ બીપીના દર્દીઓ ઓછા હતા. પરંતુ 1990ના દાયકામાં અચાનક જ મોટાભાગના ઘરોમાં કોઇ હાઇ બીપી કે ડાયાબિટીસનો દર્દી બની ગયું હતું. ઘણા કારણો છે, જેમાં આપણા આહારમાં ફેરફારને સૌથી અગત્ય ગણી શકાય. પરિવર્તનના એ કાળમાં એક ખાસ વાત હતી જે ભુલાઈ જ ગઈ હતી અને તે છે દાતણ. ગામડાના ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ લોકો દાતણનો ઉપયોગ કરતા જોવા મળશે, પરંતુ શહેરોમાં દાતણ પછાતપણાનો સંકેત બની ગયો છે. ગામમાં ડાયાબીટીસ અને હાઈપરટેન્શનના દર્દીઓ ભાગ્યે જ જોવા મળશે અથવા કોઈ નહીં મળે. કારણ સ્પષ્ટ છે, મોટાભાગના લોકો આજે પણ દાતણણો વપરાશ કરે છે. તમે વિચારતા હશો કે ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર સાથે દાતણનો શું સંબંધ છે? પરંતુ જો તમે સત્ય જાણશો તો તમારું મન હચમચી જશે.
- શું કહ્યું એક્સપર્ટે
મેડિસિન એક્સપર્ટના જણાવ્યા અનુસાર આજકાલ બજારમાં આવી રહેલા ટૂથપેસ્ટ અને માઉથવોશ 99.9 ટકા સૂક્ષ્મજીવોનો નાશ કરવાનો દાવો કરે છે. આ માઉથવોશ અને ટૂથપેસ્ટમાં અત્યંત સ્ટ્રોંગ એન્ટિમાઇક્રોબાયલ્સ હોય છે અને હકીકતમાં આપણા મોઢામાં રહેલા 99 ટકાથી વધુ સૂક્ષ્મજીવોને મારી નાખે છે. પરંતુ તેમની ફાયરપાવર એટલી શક્તિશાળી હોય છે કે તેઓ મોઢામાં રહેલા બેક્ટેરિયાને પણ દૂર કરી દે છે, જે આપણા શરીરના મિત્રો જેવા હોય છે, તે આપણી લાળ (સિલેવા)માં જોવા મળે છે અને આ તે જ બેક્ટેરિયા છે જે આપણા શરીરના નાઇટ્રેટ્સને નાઇટ્રાઇટ અને પછી નાઇટ્રિક ઓક્સાઇડમાં રૂપાંતરિત કરવામાં મદદ કરે છે. એટલે કે, શરીર માટે જરૂરી નાઇટ્રિક ઓક્સાઇડની રચના મોટાભાગે તેમના પર આધારિત છે. હવે જો આ સૂક્ષ્મજીવોને મારી નાખવામાં આવે તો નાઇટ્રિક ઓક્સાઇડનું પ્રમાણ ઘટશે, આપણા શરીરમાં નાઇટ્રિક ઑક્સાઇડનો અભાવ થાય કે તરત જ બ્લડપ્રેશર વધી જાય છે. દુનિયાભરના રિસર્ચ સ્ટડીઝ પરથી જાણવા મળે છે કે, નાઇટ્રિક ઓક્સાઇડમાં ઘટાડો બ્લડ પ્રેશર વધારવા માટે જવાબદાર છે.
દાતણના લાભો
જર્નલ ઓફ ક્લિનિકલ ડાયગ્નોસિસ એન્ડ રિસર્ચમાં બાવળ અને લીમડાની દાતણ વિશેનો એક ક્લિનિકલ અભ્યાસ પ્રકાશિત થયો હતો અને એવું નોંધવામાં આવ્યું હતું કે તે બંને સ્ટ્રેપ્ટોકોકસ મ્યુટન્સના વિકાસને રોકવામાં શક્તિશાળી રીતે અસરકારક છે. આ તે જ બેક્ટેરિયા છે જે દાંતને સડો કરે છે અને પોલાણનું કારણ પણ બને છે. એક્ટિનોમાઇસાઇટ્સ, નિસેરિયા, શાલિયા, વાઇલોનેલા વગેરે નાઇટ્રિક ઓક્સાઇડ બનાવતા સુક્ષ્મજીવો દાતણનો શિકાર નથી કારણ કે તેમાં માઉથવોશ અને ટૂથપેસ્ટમાં ઉમેરવામાં આવતા ડાઈ રાસાયણિક સંયોજનો હોતા નથી.