એન્ટી બેક્ટેરિયા એમ જ એન્ટી-સ્પેટીક ગુણ હોય
સ્કીન સંબંધિત ઘણી સમસ્યાથી છુટકારો મળે
જેટલું ધાર્મિક મહત્વ છે એટલું જ તેનું વૈજ્ઞાનિક રીતે પણ મહત્વ
દરેક લોકોના ઘરની બહાર તુલસીનો છોડ લગાવે છે. જૂજ માત્ર ઘરને છોડીને દરેક ઘરના આંગણામાં અથવા બાલ્કનીમાં તુલસીનો છોડ જોવા મળે જ છે. કહેવાય છે કે તુલસીના છોડનું ઘણું ધાર્મિક મહત્વ છે. દરરોજ સવારે તેની પૂજા કરવામાં આવે છે અને જળ અર્પણ કરવામાં આવે છે. તુલસીના છોડનું જેટલું ધાર્મિક મહત્વ છે એટલું જ તેનું વૈજ્ઞાનિક રીતે પણ મહત્વ છે.
તુલસીમાં એન્ટી બેક્ટેરિયા એમ જ એન્ટી-સ્પેટીક ગુણ હોય છે. એટલા માટે જ તુલસીનો ઔષધિ રીતે પણ ઉપયોગ કરવામાં આવે છે. જો કે આજકાલ લોજઓ વચ્ચે તુલસીના છોડનું મહત્વ ઘણું ઘટતું ગયું છે પણ તુલસીના ફાયદા આજે પણ ઘણા છે. જો કે તુલસીના ઉપયોગથી સ્કીન સંબંધિત ઘણી સમસ્યાથી છુટકારો મળે છે. ચાલો જાણીએ ત્વચા સંબંધિત સમસ્યાથી છુટકારો મેળવવા માટે તુલસીનો ઉપયોગ કેવી રીતે કરવો.
ડ્રાઈ સ્કીન માટે –
જો તમારી ત્વચા ડ્રાય છે તો તુલસીના પાઉડરની સાથે દહીં ભેળવીને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવીને સુકાવવા દો અને પછી થોડા ગરમ પાણીથી તેને સાફ કરી નાખો.
ઓઈલી સ્કીન માટે –
જો તમારી ત્વચા ઓઈલી છે તો તુલસીના પાઉડરની સાથે ગુલાબ જળ અને મુલતાની માટી ભેળવીને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવીને સુકાવવા દો અને પછી થોડા ગરમ પાણીથી તેને સાફ કરી નાખો.
સ્કીન માટે તુલસીના ફાયદા
નાની ઉંમરમાં મોઢા પર કરચલીઓ પડી જવી કે, ઢીલી ત્વચા થવી તેને પ્રિમેચ્યોર એજિંગ કહે છે. તેનાથી બચવા માટે તુલસીમાં રહેલ એન્ટીઓક્સિડન્ટ તમને લાંબો સામે સુધી જવાન રાખવામાં મદદ કરે છે.
જો તમને ખીલના અથવા કોઈ પણ ચાઠા થવાનો ડર સતાવે છે તો તમે તુલસીનો ઉપયોગ કરી શકો છો. તુલસીમાં રહેલ એન્ટીઓક્સિડન્ટ ઓક્સિડેટિવ સ્ટ્રેસથી બચાવ કરે છે.
તુલસીનો ઉપયોગ કરીને તમને ખિલની સમસ્યાથી ઘણી રાહત મળી શકે છે. તુલસીમાં હાજર એન્ટી બેક્ટેરિયલ ગુણ, ખિલને કારણે બનતા બેક્ટેરિયાનો નષ્ટ કરે છે.
તુલસીને સ્કીન પર લગાવવાથી સ્કીન ઇન્ફેકશન કે સ્કીન પ્રોબ્લેમથી છુટકારો મળે છે.