- ડાયાબિટીસથી આજકાલ ઘણા લોકો પરેશાન
- એલોપેથિક સારવાર સાથે ઘરેલું ઉપચાર અપનાવો
- તમારા આહારમાં મેથીના દાણા, આમળાનો રસ અને કારેલાનો રસ ઉમેરો
આજકાલ મોટાભાગના લોકો ડાયાબિટીસથી ઝઝૂમી રહ્યા છે. જ્યારે ડાયાબિટીસ હોય ત્યારે બ્લડ સુગરનું સ્તર નોંધપાત્ર રીતે વધે છે. એલોપેથિક સારવાર સાથે કેટલાક ઘરેલું ઉપચાર અપનાવીને બ્લડ સુગર લેવલને પણ નિયંત્રિત કરી શકો છો. આવી સ્થિતિમાં તમારા આહારનું ધ્યાન રાખવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે તમારા આહારમાં એવા ખોરાકનો સમાવેશ કરી શકો છો જે ખાંડને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. ડાયાબિટીસના દર્દીઓ ક્યા પ્રકારનો આહાર લેવો તે અંગે મૂંઝવણમાં રહે છે. તમે તમારા આહારમાં મેથીના દાણા, આમળાનો રસ અને કારેલાનો રસ સામેલ કરી શકો છો.
મેથી ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ શુગર લેવલ (Blood sugar level) ઘટાડવામાં મદદ કરે છે. એક ચમચી મેથીનો પાવડર સવારે ખાલી પેટ લો. આ પાઉડરનું રોજ હૂંફાળા પાણી સાથે સેવન કરો. મેથીમાં ફાઈબર હોય છે જે પાચનની ગતિને ધીમી કરવામાં મદદ કરે છે. તે કાર્બોહાઈડ્રેટ્સ અને ખાંડના શોષણને નિયંત્રિત કરે છે અને લોહીના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
તજ ખાવાનો સ્વાદ તો સુધારે છે પણ લોહીમાં ગ્લુકોઝ વધતા અટકાવે છે. તજમાં એક બાયોએક્ટિવ ઘટક હોય છે જે તમારા શરીરમાં ઈન્સ્યુલિન પ્રવૃત્તિને ઉત્તેજિત કરી શકે છે. હૂંફાળા પાણીમાં એક ચમચી તજ પાવડર ભેળવીને દિવસમાં એક વાર તેનું સેવન કરો. તમે તજને પાણીમાં ઉકાળીને પણ તેનું સેવન કરી શકો છો. તમે દિવસમાં બે વાર તેનો ઉપયોગ કરી શકો છો.
રોજ કારેલાનો રસ પીવો ખૂબ મુશ્કેલ છે, પરંતુ તે ડાયાબિટીસના દર્દીઓ માટે સારો ઉપાય બની શકે છે. તમે તમારા કારેલાના રસને કાકડી અથવા સફરજનના રસમાં મિક્સ કરી શકો છો. જેથી તેનો સ્વાદ થોડો સારો લાગે. એક સરખા કારેલાં, કાકડી, લીલા સફરજન લો અને તેને એકસાથે પીસી લો. દરરોજ કારેલાંનો રસ પીવાથી તમારા શરીરમાં ગ્લુકોઝના સ્તરને અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય છે.