આમળાના બીજ ખૂબ જ ગુણકારી હોય છે
આમળાના બીજથી મળે છે ન્યુટ્રીએન્ટ્સ
સ્કિનમાં ચમક લાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.
આપણે અવાર-નવાર આમળાને ખાધા બાદ તેના બીજ ડસ્ટબીનમાં ફેંકી દઇએ છીએ. આપણે આ બીજના ફાયદા વિશે જાણતા નથી. આમળાના બીજમાં વિટામિન બી કોમ્પલેક્સ, કેલ્શિયમ, પોટેશિયમ, કેરોટીન, આયરન અને ફાઈબર જેવા ઘણા મહત્વના ન્યુટ્રીએન્ટ્સ હોય છે. આ બીજને પીસીને પાઉડર તૈયાર કરવામાં આવે છે અને પછી તેનો લાભ ઉઠાવવામાં આવે છે.
આમળાના બીજના આ છે મોટા ફાયદા:
પાચનતંત્ર:
જો તમને કબજીયાત, ઈનડાઈજેશન અથવા એસિડિટીની મુશ્કેલી છે તો આમળાના બીજમાંથી બનાવેલો પાઉડર વરદાન સાબિત થાય છે. આ સિવાય પાઉડરને હૂંફાળા પાણીમાં નાખીને પી શકાય છે.
સ્કીન પરના ખીલ માટે:
આમળાના બીજનો ઉપયોગ તમે સ્કિન સાથે જોડાયેલી સમસ્યાઓ માટે પણ કરી શકો છો. જેના માટે સુકા આમળાના બીજને નારિયેળ તેલમાં નાખી દો અને તેની પેસ્ટ તૈયાર કરી લો. હવે આ પેસ્ટને એવી જગ્યાએ લગાવો જ્યાં ખીલ થયા છે. જેનાથી તમને જડપી ફાયદો થશે.
હેડકી:
ઘણા લોકો એવા છે, જે તીખુ ખાવુ અથવા પછી કોઈ અન્ય કારણોથી હેડકી આવે છે, એવામાં તમે આમળાના બીજમાંથી બનાવેલા પાઉડરને મધની સાથે મિલાવીને ખાવો જોઈએ. જેનાથી હેડકીમાંથી તાત્કાલિક છૂટકારો મળી શકે છે.