મહેંદીને ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે મહેંદી પરિણીત મહિલાઓ માટે તેમના શણગારનો એક ભાગ છે. મહેંદી વિના પરિણીત મહિલાનો શ્રૃંગાર અધૂરો માનવામાં આવે છે. તેથી જ મહિલાઓ લગ્ન પહેલા તેમના હાથ પર ચોક્કસપણે મહેંદી લગાવે છે. હાથમાં મહેંદી લગાવવી દરેક મહિલાઓને ગમતી જ હોય છે, પરંતુ તેના કલરની દરેકને ચિંતા રહેતી હોય છે કે કલર આવશે કે નહીં, કલર આછો આવશે કે ઘાટ્ટો આવશે. ત્યારે આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવીશું, જેનાથી 100 ટકા તમારા હાથમાં મહેંદીનો કલર ઘાટો આવશે.
તમારા માટે ખાસ
મહેંદીના રંગને ઘાટો કરવા માટે શું કરવું?
- હાથ પર લાગેલી મહેંદીના રંગને ઘાટો (ઘટ્ટ) કરવા માટે સૌથી પહેલા મહેંદી સૂકાયા જાય પછી હાથોમાંથી ધીમે કાઢી લો.
- આ પછી 5થી 6 લવિંગની કળીઓ લો. તેને ફ્રાઈંગ પેનમાં રાખીને ધીમી આંચ પર 1થી 2 મિનિટ સુધી શેકી લો. હવે તેમાંથી નીકળતા ધુમાડાથી તમારા હાથોને સેંકી લો.
- હાથ દાઝે નહીં એ રીતે લગભગ 5થી 10 મિનિટ સુધી તમે આ રીતે લવિંગના ધુમાડામાં સેકો. ત્યારબાદ તમે હાથ પર બામ લગાવીને મસાજ કરો.
- લગભગ 5 મિનિટ સુધી આ રીતે બામથી મસાજ કર્યા પછી થોડીવારમાં તમારા હાથ પર લાગેલી બામ સ્કિનની માં અંદર સુધી જતી રહેશે. આ ઘરગથ્થુ ઉપાયની મદદથી તમારા હાથ પર લાગેલી મહેંદી થોડી જ વારમાં દેખાવા લાગશે.
મહેંદી લગાવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખજો
- મહેંદી લગાવ્યા પછી પાણીથી બિલકુલ ન ધોવો, નહીંતર તમારા હાથ પર લાગેલી મહેંદી બિલકુલ પણ સારી નહીં લાગે અને રંગ ફિક્કો દેખાવા લાગશે.
- ડિઝાઈન માટે તમે બારીક ડિઝાઇનવાળી મહેંદીને લગાવો. આમ કરવાથી હાથ અને પગ પર બનાવેલી મહેંદીની દરેક ડિઝાઇન અને પેટર્ન સ્પષ્ટ દેખાશે.
- મહેંદીને સાફ કરવા માટે તમે તેના સુકાઈ ગયા પછી બંને હાથને એકસાથે ઘસીને કાઢો.
- મહેંદીના રંગને ઘાટો કરવા માટે તમે સરસવનું તેલ અને લીંબુ-ખાંડના રસનો પણ ઉપયોગ કરી શકો છો.