કડકતી ગરમીમાં ચટક રંગોના કપડાંને ટાળો
ઉનાળામાં લાઈટ આસમાની રંગના કપડાં પહેરવા જોઈએ
સૂર્યના હાનિકારક કિરણોથી બચવા ટોપી-કેપ અને ગોગલ્સ પહેરવા
ઉનાળામાં ગરમીને કારણે અમુક કપડાં પહેરવા ચુસ્ત કપડા વધારે આક્રમક લાગે છે. આ સીઝનમાં આરામ દાયક કપડાંની વધારે જરૂર હોય છે.આવી ગરમીમાં સુતરાઉ કપડા પહેરવા જોઈએ.ઉનાળામાં સિલ્ક, નાયલોન, વેલ્વેટ જેવા ભારે વસ્ત્રો પહેરવાનું ટાળો. આનાથી તમને ન માત્ર વધુ ગરમી લાગે છે સાથે સાથે હવા પણ શરીર સુધી પહોંચતી નથી. જેના કારણે તમને ઈન્ફેક્શનનો ખતરો પણ વધી જાય છે.ગરમીથી બચવા માટે ખૂબ જ ચટક રંગોના કપડાંને ટાળવું વધુ સારું છે. ડાર્ક રંગના કપડામાં ગરમી વધુ લાગે છે અને પરસેવો પણ ખૂબ આવે છે. તેથી ઉનાળામાં લાઈટ રંગો જેવા કે લીંબુ, લીટ પિંક, પીચ, કેસરી અને આસમાની રંગના કપડાં પહેરવા જોઈએ.
ગરમીમાં બહાર જતી વખતે માથું ખુલ્લું ન રાખવું. આ તમને હીટ સ્ટ્રોક થવાનું જોખમ વધારે છે. જેના કારણે તમને માથાનો દુખાવો તેમજ ડિહાઈડ્રેશન પણ થઈ શકે છે. તેથી ઘરની બહાર નીકળતા પહેલા સ્કાર્ફ કે દુપટ્ટાથી માથું ઢાંકવાનું ભૂલશો નહીં, તેનાથી ન માત્ર તમારી સુરક્ષા થશે પણ તમારી ફેશનમાં પણ વધારો થશે.ઉનાળામાં ટોપી અને ગોગલ્સ પહેરવા એ ફેશનનો જ એક ભાગ નથી, પરંતુ તે માથા અને આંખોને ગરમીથી બચાવવાનો શ્રેષ્ઠ ઉપાય પણ છે. તેથી સૂર્યના હાનિકારક કિરણોથી પોતાને બચાવવા માટે ઉનાળામાં ટોપી-કેપ અને ગોગલ્સ પહેરવા ખૂબ ફાયદાકારક છે.