મહિલાએ પોતાના હોઠપર લગાવ્યા 100થી વધુ હીરા
દુનિયાની સૌથી મોંઘી લિપ આર્ટ તરીકે મેળવી નામના
મોંઘી લીપ આર્ટ તરીકે મહિલાનું ગિનિઝ બુકમાં નામ નોંધવામાં આવ્યું
મહિલાઓને તૈયાર થવાનો અને સુંદર દેખાવાનો શોખ હોય છે, ખાસ કરીને કોઈ પાર્ટી કે ફાંકસનમાં જતી વખતે સૌથી વધારે તૈયાર થતી હોય છે. મહીલાઓ માથા પર હેર સ્ટાઈલટી લઈને પગના પગરખાં સુધીમાં સ્ટાઈલ અને યુનિક વસ્તુ કરવાની ઇચ્છા ધરાવતી હોય છે. જેને લઈ મહિલાઓ સુંદર દેખાવા માટે અવનવા નુસખાઓ કરતી હોય છે.જુદા-જુદા પ્રકારની આર્ટ, ટેટૂ વગેરે મહિલાઓએ દોરાવેલા જોવા મળે છે પરંતુ ટેટૂ વગેરે હવે જૂના થયા છે. કેમ કે, હવે મહિલાઓ લીપ આર્ટ કરાવી રહી છે. તમે અનેક લીપ આર્ટ જોઇ હશે પણ આવી લીપ આર્ટ ક્યારેય નહી જોઇ હોય. અનોખુ દેખાવા માટે આ મહિલાએ 100થી વધુ હીરાથી લીપ આર્ટ તૈયાર કરી છે. આ અનોખો એક રેકોર્ડ જ કહી શકાય.
જેથી લીપ પર હીરા જડવામાં આવતા આ રેકોર્ડ ગિનિસ બુકમાં નોંધાયો છે.આ દુનિયાની સૌથી મોંઘી લીપ આર્ટ છે. ઓસ્ટ્રેલિયાની રાસેનડાર્ફ ડાયમંડ જ્વેલર્સમાં મોડલના હોઠ પર 3.78 કરોડ રૂપિયાના હીરા લગાવ્યા છે. જેથી મોંઘી લીપ આર્ટ તરીકે ગિનિઝ બુકમાં નામ નોંધવામાં આવ્યુ છે, છે ને અજબ શોખ.જોકે, આ માટે પહેલા બ્લેક લિપસ્ટીક હોઠ પર લગાવી અને મોડલના હોઠ પર 22.92 કેરેટના 100થી વધુ હીરાઓનો શણગાર કર્યો હતો. હોઠ પર લિપસ્ટીક નહીં હીરા લાગ્યા છે. આ પ્રકારની ફેશન હવે માર્કેટમાં પણ જોવા મળે તો નવાઇ નહી, કેમ કે આ પહેલા જીભ અને હોઠ પર જુદી જુદી આર્ટ જોવા મળતી હતી પરંતુ હવે હીરા જોવા મળી શકે છે.