ઉનાળામાં ફેશનને મેઈન્ટેઈન રાખવી બની મુશ્કેલ
સુતરાઉ, ખાદી અને શિફોનના કપડા પહેરવા આરામદાયક
ઉનાળામાં ડ્રેસિંગ સેન્સનું ખાસ રાખો ધ્યાન
ઉનાળાના કહેરથી બચવા માટે લોકો શક્ય તેટલા તમામ પ્રયાસો કરે છે. પરંતુ ઘણીવાર તડકો અને પરસેવો સુકાવાના સંઘર્ષમાં મોટાભાગના લોકો ફેશનની અવગણના કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ઉનાળામાં ડ્રેસિંગ સેન્સનું ખાસ ધ્યાન રાખવાથી તમે ન માત્ર ગરમીથી બચી શકશો સાથે જ કૂલ અને સ્માર્ટ પણ દેખાઈ શકો છો.દરેક વ્યક્તિને સુંદર અને આકર્ષક દેખાવુ ગમે છે. જો કે ઉનાળાની ઋતુમાં ફેશનને મેઈન્ટેઈન રાખવી એ કોઈ ટફ ટાસ્કથી ઓછું નથી.
આ જ કારણોસર અમે તમારી સાથે સમર ફેશનની કેટલીક ખાસ ટિપ્સ શેર કરવા જઈ રહ્યા છીએ, જેને ફોલો કરીને તમે કૂલ દેખાઈ શકો છો અને ઠંડકનો અનુભવ પણ કરી શકો છો.ઉનાળાની ઋતુમાં સુતરાઉ, ખાદી અને શિફોનના કપડા પહેરવા ખૂબ જ સારા છે. આના કારણે તમે ઓછી ગરમી અનુભવો છો અને આ મટિરિયલનું કાપડ એકદમ આરામદાયક પણ હોય છે. આ સાથે જ તમે ઘરમાં સ્લીવ લેસ અને હાફ સ્લીવના કપડાંને પસંદગી આપી શકો છો. પરંતુ ઘરની બહાર નીકળતી વખતે ફુલ સ્લીવના કપડાં જ પહેરો. જેના દ્વારા તમે સૂર્યના તાપ અને ગરમીથી સુરક્ષિત રહો.