એક્ટિંગ સિવાય બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા પોતાની ફેશન સેન્સના કારણે પણ ચર્ચામાં રહે છે. આજકાલ તે પોતાના અંગત જીવનને કારણે લાઈમલાઈટમાં છે. રિપોર્ટ અનુસાર અભિનેત્રી જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે.
પરિણીતી ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના ફેન્સ સાથે ફોટો શેર કરતી રહે છે. જેમના પર ચાહકો ઘણો પ્રેમ વરસાવે છે. આજે અમે તમને પરિણીતી ચોપરાના આવા જ કેટલાક લુક્સ બતાવવા જઈ રહ્યા છીએ, જેમાંથી તમે ફેશન ટિપ્સ પણ લઈ શકો છો.
પરિણીતી રેડ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ લુકને પૂર્ણ કરવા માટે અભિનેત્રીએ ઇયરિંગ્સ અને બંગડીઓ પણ પહેરી છે.
આ ફોટામાં અભિનેત્રી પીળા શરારામાં જોવા મળી રહી છે. પરિણીતિના આ લુકને તમે વેડિંગ ફંક્શન માટે કોપી કરી શકો છો.
બ્લેક સાડીમાં પરિણીતી ચોપરાનો અદભૂત દેખાવ ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. તમે પણ જુઓ ફોટા.
જો તમે ઇચ્છો તો પરિણીતિના આ લુકને રિક્રિએટ પણ કરી શકો છો. સ્લિટ સ્કર્ટ અને ટોપમાં અભિનેત્રી ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે.