આભૂષણોમાં સ્ત્રીઓને મોતીના આભૂષણો હોય છે વધુ પસંદ
મોતી બે પ્રકારના આવતા હોય છે
ચાઇનીઝ, થાઇલેન્ડ, ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને જાપાનનાં મોતી છે ખુબ પ્રખ્યાત
એવું કહેવાય છે કે સ્ત્રીઓની કમજોરી આભૂષણો હોય છે. આભૂષણની વાત આવે અને મોતીનાં આભૂષણો ભૂલાઈ જાય તે કેમ ચાલે? વર્ષોથી ચાલ્યાં આવતાં મોતીની ચમક આજે પણ યથાવત છે. આજે પણ દરેક ડ્રેસમાં અને દરેક ઊંમરની સ્ત્રીઓને મોતીનાં આભૂષણો કોઈ પણ તહેવારમાં અને પ્રસંગમાં ખૂબ સારાં લાગે છે.
સ્ટાઈલ
પર્લ્સને દર વખતે અલગ રીતે ઓળખવામાં આવે છે. આમ તો બજારમાં મોતીનાં ચોકર , જોધા અકબર, ડોપ પર્લ સેટ, રાની હાર, સિંગલ લેન નેકલેસ ઉપલબ્ધ છે. સાડી અને સૂટની સાથે ચોકર અને ડોપ પર્લ સેટ ટ્રાય કરવામાં આવે છે. લહેંગાની સાથે જોધા અકબર સેટ અથવા રાની હાર પહેરી શકાય છે.
વેસ્ટન ડ્રેસની સાથે લોંગ સિંગલ પર્લ નેકલેસ પહેરી શકાય છે. હોલ્ટર અને હોઇ નેકની સાથે પણ મોતીની નેકલાઈનનો ઉપયોગ કરી શકાય છે. મોતીમાં ફક્ત નેકલેસ જ નહીં મેચિંગ ઇયરીંગ, રિંગ્સ, બ્રોચ પિન, બ્રેસલેટ, કડા અને બંગડીઓમાં પણ વેરાયટી મળે છે.
મોતીઓનાં પ્રકાર
મોતી બે પ્રકારનાં હોય છે. કલ્ચર્ડ મોતી અને નેચરલ મોતી. આ બંનેની ઓળખ કરવી ઘણી મુશ્કેલ છે. જોવામાં બન્ને એક જેવા લાગે છે. કલ્ચર્ડ મોતી વિશે એવું કહેવામાં આવે છે કે તે બે પ્રકારે બનાવવામાં આવે છે. સાફ પાણીમાં અને ખારા પાણીમાં. ફેશનમાં ફ્રેશ વોટર પલની માંગ વધારે છે. ચાઇનીઝ, થાઇલેન્ડ, ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને જાપાનનાં પર્લ્સ ઘણાં પ્રખ્યાત છે. હૈદરાબાદી પર્લ્સે પણ પોતાની એક ઓળખ બનાવી છે.
કેવા રંગ પસંદ કરવામાં આવે છે?
ફક્ત સફેદ મોતી જ નહીં, અન્ય રંગોમાં પણ તેને પસંદ કરવામાં આવે છે. દરેક ડ્રેસની સાથે મેચ કરીને મોતી ખરીદવામાં આવે છે. ગુલાબીનું તો શું કહેવું? છોકરીઓની દરેક પસંદમાં આ રંગ સૌથી ઉપર આવે છે. ક્રિમ રંગ પણ દરેક રંગમાં શોભે છે. રંગમાં બધા જ રંગો બધાને ગમે છે, પણ સોનેરી અને સિલ્વર વ્હાઇટ વધારે પસંદ કરવામાં આવે છે. મોતી પહેરવા માટે કપડાંની પસંદગી પણ સમજી વિચારીને કરવી જોઈએ. જો કે આ જ્વેલરી, જોર્જેટ , સિલ્ક, લિનેન દરેક ડ્રેસની સાથે આકર્ષક લાગે છે.
મોતીની ક્વોલીટી
મોતીની ક્વોલિટી ઓળખ તેની ચમક, આકાર, વજન અને રંગથી કરવામાં આવે છે. મોતીનો આકાર જેટલો મોટો હશે તેટલાં જ તે કિંમતી પણ હોય છે.
કેવી રીતે રાખશો ધ્યાન
* મોતીને સ્પ્રે મેકઅપ તથા અમોનિયા અને ક્લોરીન જેવી વસ્તુઓથી દૂર રાખો
* તેના પર સીધો પર્ફ્યૂમનો ઉપયોગ ન કરો, સારા મેકઅપ અને પર્ફ્યૂમ લગાવ્યા પછી જ તેને પહેરો.
* તેને ટીશ્યુ અથવા કોઈ મુલાયમ કપડામાં લપેટીને કોઈ બેગમાં રાખો.
* એ વાતનું પણ ધ્યાન રાખો કે જ્વેલરી કોઈ જ જગ્યાએથી ફોલ્ડ તો નથી થઈ રહી ને? એવી રીતે રાખવાથી તે જલ્દી ખરાબ થઈ જાય છે.