ફંક્શનમાં વટ પાડવા સાથે રાખો આવા પર્સ
હાલ આવા પર્સ છે ખુબજ ટ્રેન્ડમાં
દુલ્હન બનવા જઇ રહ્યા છો તો ક્લચ તમારા માટે એક સારો ઓપ્શન છે
લગ્નમાં બ્રાઇડલ આઉટફિટ્સ, જ્વૈલરી, મેક અપ અથવા ફુટવેર સિવાય બેગનું પણ ખૂબ મહત્વ રહેલું હોય છે. બેગની ખરીદી કરતી વખતે અનેક બાબતોનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે. જો બેગ કે ક્લચ સારું ના હોય તો આપણી આખી પર્સનાલિટી ખરાબ પડે છે. જો કે ક્લચ કોઇ પણ આઉટફિટ્સ સાથે સારું લાગે છે. તો જાણી લો તમે પણ પોટલીથી લઇને ક્લચ સુધીના મિની બેગ્સના આ આઇડિયા વિશે.
• જો તમે દુલ્હન બનવા જઇ રહ્યા છો તો ક્લચ તમારા માટે એક સારો ઓપ્શન છે. ક્લચ તમે કોઇ પણ ફંક્શનમાં લઇ જાવો છો તો સારું લાગે છે. આ આઇડિયા તમારા માટે સૌથી બેસ્ટ છે. ક્લચ તમે ડ્રેસના કલર સાથે પણ મેચ કરી શકો છો.
• જો તમે રનિંગમાં પર્સની ખરીદી કરવા ઇચ્છો છો તો તમારા માટે ચેન પર્સ પણ એક સારો ઓપ્શન છે. આ પર્સ તમારી પર્સનાલિટીમાં વધારો કરે છે.
• તમે મોમ છો અને તમે પર્સ ખરીદવા ઇચ્છો છો તો તમારા માટે લોન્ગ પર્સ એક સારો ઓપ્શન છે. લોન્ગ પર્સમાં અંદર વધારે ખાના હોવાથી તમારી વસ્તુઓ વધારે રહે છે જેથી કરીને ટ્રાવેલિંગમાં કોઇ તકલીફ પડતી નથી.
• મોમ લોકો માટે આજકાલ માર્કેટમાં જાતજાતના પર્સ બજારમાં આવે છે. જો તમે બહુ મોટુ પર્સ લેવા ઇચ્છતા નથી તો તમારા માટે નાનું અને વધારે ખાનાવાળું પર્સ પણ એક સારો ઓપ્શન છે
• આજકાલ ટ્રેન્ડમાં ક્લચ અને બટવાની ફેશન બહુ ચાલી રહી છે. આજના આ સમયમાં લોકો વેસ્ટર્ન આઉટફિટ્સ સાથે પણ બટવા કેરી કરતા હોય છે. બટવામાં અનેક જાતજાતની ડિઝાઇન આવતી હોય છે. આ સાથે જ તમે એમ્બ્રોડરી પર્સ પણ ખરીદી શકો છો