હેરને આપો હાઇડ્રેશનના બૂસ્ટર ડોઝ
હેર માસ્ક બની શકે છે ગેમ ચેન્જર
હેર માસ્કનો ઉપયોગ કરવામાં રાખો ઘ્યાન
જો ઉનાળાની ગરમી તમારા વાળ પર અસર કરી રહી છે અને તેને શુષ્ક બનાવી રહી છે, તો હાઇડ્રેશનના બૂસ્ટર ડોઝ માટે હેર માસ્ક નો ઉપયોગ કરો. હેર માસ્ક વાળના એકંદર આરોગ્યમાં ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. કન્ડિશનર સામાન્ય રીતે વાળના બાહ્ય પડ પર કામ કરે છે અને સામાન્ય રીતે તે રચનામાં હળવા હોય છે. માસ્ક તમારા વાળમાં ઊંડે સુધી ઉતરી જાય છે અને અંદરથી નુકસાનને મટાડે છે, પરિણામે વાળ મજબૂત, પોષિત થાય છે.હેર માસ્ક તેલ, માખણ અને અન્ય પૌષ્ટિક ઘટકો સાથે તૈયાર કરવામાં આવે છે, જે તમારા વાળને ભેજનું પ્રમાણ વધારી આપે છે. “જો તમારા વાળ બીચ વેકેશન પછી અથવા લાંબા સમય સુધી સૂર્યના સંપર્કમાં આવ્યા પછી શુષ્ક અને ખરબચડા બની ગયા હોય, તો હેર માસ્ક તમારા વાળનાં સંભાળની દિનચર્યામાં ગેમ ચેન્જર બની શકે છે.
કેવી રીતે hair mask નો ઉપયોગ કરવો જોઈએ:
તમારા વાળને શેમ્પૂથી પહેલા સાફ કરો.
ત્યાર બાદ વાળને ટુવાલથી સુકા કરો .
બનાવેલા તેલ, માખણ અને અન્ય પૌષ્ટિક ઘટકો સાથે તૈયાર કરેલા હેર માંસ્કને વાળની મધ્ય-લંબાઈથી છેડા સુધી લગાવો
તમારા વાળ કેટલા શુષ્ક છે તેના આધારે તેને 10-20 મિનિટ માટે રહેવા દો.