2000 વર્ષ જૂની બાટિક પ્રિન્ટ આજે પણ છે પહેલી પસંદ
બાટિક પ્રિન્ટ વિદેશમાં પણ છે બોલબાલા
બાટિક પ્રિન્ટને તૈયારમાં લાગે છે લાંબી મહેનત
ભારતની પ્રમુખ લોકકલા પૈકી એક કલા હોય તો તે બાટિકની છે. આજે પણ બાટિક પ્રિન્ટ ભારતમાં જ નહીં પરંતુ શ્રીલંકા બાંગ્લાદેશ, ચીન, ઈરાન મલેશિયા અને થાઈલેન્ડ સહિત આખી દુનિયામાં લોકપ્રિય છે. ઘણા ઓછા લોકો હશે જેને બાટિક પ્રિન્ટ વિશે ખબર નહીં હોય. પરંતુ તમારા આઉટફિટ ક્લેકશનનો હિસ્સો તો હશે. છેલ્લા થોડા સમયથી બાટિક પ્રિન્ટનો ક્રેઝ બોલિવૂડમાં પણ વધી રહ્યો છે. શિલ્પા શેટ્ટી અને કરીના કપૂર આ આઉટફિટમાં સ્પોટ પણ થઇ છે. દિલ્હીની ફેશન ડિઝાઇનએ શીતલ શ્રીવાસ્તવ જણાવે છે કે, બાટિક ફેશન શું છે? અને તેને કેવી રીતે સ્ટાઇલ કરી શકાય છે.
પ્રિન્ટિંગ અને મોલ્ટેન મોમનો ઉપયોગ કરીને કાપડ પર જે પ્રિન્ટ કરવામાં આવે છે તેને બાટિક કહેવામાં આવે છે. બાટિક પ્રિન્ટના મટિરિયલ્સમાંથી જે આઉટફિટ તૈયાર કરવામાં આવે છે તેને જ બાટિક ફેશન કહેવામાં આવે છે. સમય જતા બાટિક પ્રિન્ટમાં ઘણા બધા બદલાવ આવ્યા છે પરંતુ છાપવાની રીતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આજે બાટિક ફેશન સમકાલીન ફેશન ઉદ્યોગનો એક ભાગ બની છે. આજે બાટિક પ્રિન્ટ ટ્રેડિશનલથી લઈને વેસ્ટર્ન વેર સુધી બધા આઉટફિટ પર ફિટ છે. બાટિક પ્રિન્ટ તમામ પ્રકારના કપડામાં પ્રિન્ટ કરવામાં આવે છે, તેથી એવું માનવામાં આવે છે કે તે છેલ્લા કેટલાક વર્ષોથી મહિલાઓની સૌથી પ્રિય પેટર્ન છે.
બાટિકની ફેશન આજકાલની નહીં પરંતુ 2000 વર્ષથી ભારતીય સંસ્કૃતિનો ભાગ રહી છે. બાટિકમાંથી કુર્તી, પ્લાઝો, સ્કર્ટ એન સાડી રીતે સ્ટાઇલ કરી શકાય છે. વર્ષો પહેલાં ભારતીય કારીગરોએ આ કલાનો વિકાસ કર્યો હતો, બાદમાં આખી દુનિયામાં આકર્ષણનું કેન્દ્ર બની છે. સમય જતા ભારતમાં બાટિકની લોકપ્રિયતા ઓછી થઇ ગઈ હતી. ત્યારબાદ ફરીએકવાર ક્રેઝ વધી રહ્યો છે.
મહિલાઓમાં બાટિક ફેશનનો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આજકાલ તે ઘણા પ્રકારના આઉટફિટ્સમાં જોવા મળે છે. સુંદર, આકર્ષક અને આરામદાયક હોવાને કારણે તે મહિલાઓની પહેલી પસંદ બની ગઈ છે.
આ પ્રિન્ટ અન્ય ટેક્નોલોજીથી થોડી અલગ છે. તેને તૈયાર કરવા માટે 9 સ્ટેપ ફોલો કરવા પડશે. પ્રથમ સ્ટેપમાં, પેટર્નની આઉટલાઈન પર મીણ લાગુ કરવામાં આવે છે. બેઝિક કપાળ હંમેશા સફેદ અથવા બેઝ કલરનું જ હોય છે. આ પછી ફેબ્રિકને રંગથી રંગવામાં આવે છે. ત્રીજા સ્ટેપની વાત કરવામાં આવે તો મોટા ભાગના ફેબ્રિક પર મીણ ફરી એકવાર રેડવામાં આવે છે, બધા જ સ્ટેપમાં મીણનો ઉપયોગ કરીને ફેબ્રિક પર રંગ બદલીને પેટર્ન ડિઝાઇન કરવામાં આવે છે. છેલ્લે, રંગ સુકાઈ જાય પછી મીણ ઓગળવામાં આવે છે અને દૂર કરવામાં આવે છે.
એક સમયે બાટિકને પરંપરાગત વસ્ત્રોનો માત્ર એક ભાગ માનવામાં આવતો હતો, બાટિક પ્રિન્ટ આજે આંતરરાષ્ટ્રીય ફેશનમાં ગણાય તેવી શક્તિ બની ગઈ છે. હવે તેનો ઉપયોગ માત્ર કપડાંમાં જ થતો નથી પરંતુ Haute Couture જેવી બ્રાન્ડ્સ તેનો ઉપયોગ આઉટફિટ તેમજ હેન્ડબેગ બનાવવા માટે કરી રહી છે. બિલ ગેટ્સ, નેલ્સન મંડેલાથી લઈને બરાક ઓબામા અને બેયોન્સ નોલ્સથી લઈને જેસિકા આલ્બા સુધી, ઘણી લોકપ્રિય હસ્તીઓએ બાટિક પહેરીને રેડ કાર્પેટ પર વોક કર્યું છે.