સમરમાં સ્ટાઇલીશ દેખાવા માટે આજકાલ માર્કેટમાં અનેક પ્રકારની સ્ટાઇલીશ કેપ મળે છે
ગરમીમાં બહાર નિકળો ત્યારે ખાસ કરીને ફુલ સ્લીવના કપડા પહેરીને નિકળો
ગરમીમાં તમે સુતરાઉ, ખાદીના કપડાં પહેરો છો તો ગરમી ઓછી લાગે છે અને પરસેવો પણ ઓછો થાય છે
ગરમીમાં સ્ટાઇલીશ દેખાવા માટે છોકરીઓ અને છોકરાઓ અનેક ઘણી મહેનત કરતા હોય છે. છોકરીઓ સમરમાં પોતાની આગવી સ્ટાઇલથી સામેની વ્યક્તિને તરત જ ફિદા કરી દેતી હોય છે. આ સમરમાં તમે પણ સ્ટાઇલીશ દેખાવા ઇચ્છો છો તો આ સમર ટિપ્સ તમારા માટે બહુ કામની છે. તો નજર કરો તમે પણ આ સમર ટિપ્સ પર..
સમરમાં તમે સ્ટાઇલીશ દેખાવા માટે ઓફ શોલ્ડર ટોપ અને વન પીસ પણ ટ્રાય કરી શકો છો. આ તમને એક નવો જ લુક આપે છે. આ ટાઇપના કપડા પહેરશો અને લાઇટ લિપસ્ટિક કરીને તમે બહાર નિકળશો તો તમારો વટ પડી જશે.
સમરમાં સ્ટાઇલીશ દેખાવા માટે આજકાલ માર્કેટમાં અનેક પ્રકારની સ્ટાઇલીશ કેપ મળે છે. આ કેપ તમને એક સ્ટાઇલીશ લુક આપી શકે છે. આ માટે તમે માર્કેટમાંથી કેપ લઇ આવો. આ કેપ તમે કોઇ પણ પ્રકારના કપડા સાથે પહેરી શકો છો.
ગરમીમાં તમે સુતરાઉ, ખાદીના કપડાં પહેરો છો તો ગરમી ઓછી લાગે છે અને પરસેવો પણ ઓછો થાય છે. જો તમે બજારમાંથી કોઇ નવું મટિરિયલ લાવવા ઇચ્છો છો તો તમે શિફોન અને કોટનનું લાવો અને પછી એમાંથી ડ્રેસ સિવડાવો. આ કપડામાં ગરમી ઓછી લાગે છે અને તમને સ્ટાઇલીશ લુક પણ મળે છે.
ગરમીમાં બહાર નિકળો ત્યારે ખાસ કરીને ફુલ સ્લીવના કપડા પહેરીને નિકળો. ફુલ સ્લિવના કપડા પહેરવાથી તમારી સ્કિન સૂર્યના સીધા કિરણોથી બચે છે. આ સાથે જ તમારી સ્કિન શ્યામ પણ પડતી નથી.
ગરમીમાં ખાસ કરીને તમે ડાર્ક કલરના કપડા પહેરીને બહાર જશો. ડાર્ક કલરના કપડા પહેરવાથી ગરમી વધારે લાગે છે, જેના કારણે પરસેવો વધારે થાય છે. ઉનાળામાં બને ત્યાં સુધી લાઇટ કલરના કપડા પહેરો જેથી કરીને ગરમી ઓછી લાગે.