તહેવારોમાં ટ્રેડિશનલ લુકને લોકો વઘારે પસંદ કરતા હોય છે. મહિલાઓ ટ્રેડિશનલ લુકને વધારે પસંદ કરતી હોય છે. તમે સ્પેશયલ ઓકેશનમાં રોયલ અને ગોર્જિયસ દેખાવા ઇચ્છો છો તો કાજીવરમ સાડી તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. કાજીવરમ સાડી પહેર્યા પછી બહુ મસ્ત લુક આપે છે, પરંતુ આ સાડી પહેરતી વખતે નાની-નાની વાતો પર ધ્યાન આપવુ ખૂબ જરૂરી છે. તમે પ્રોપર રીતે કાજીવરમ સાડી પહેરતા નથી તો સારી લાગતી નથી. તો આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવીશું જેની મદદથી તમે પ્રોપર રીતે કાજીવરમ સાડી પહેરી શકશો.
પેટીકોટની પસંદગી યોગ્ય કરો
કાજીવરમ સાડી વજનમાં થોડી ભારે હોય છે. એવામાં તમે હેવી પેટીકોટ પહેરો છો તો કમર અને હિપ્સ એરિયા વધારે ભારે દેખાશે. આ માટે જ્યારે તમે કાજીવરમ સાડી પહેરો ત્યારે ખાસ કરીને પેટીકોટનો ઘેર ઓછો અને કાપડ સારું હોય એનું ખાસ ધ્યાન રાખો.
આ રીતે શરૂઆત કરો
કાજીવરમ સાડી પહેરો ત્યારે ખાસ કરીને સૌથી પહેલાં પલ્લુની પ્લેટ બનાવો. પછી પિનથી સિક્યોર કરી લો. આ રીતે સાડીને તમે સરળતાથી મેનેજ કરી શકશઓ. આ માટે 3 થી 4 મોટી સેફ્ટી પિનનો ઉપયોગ કરી શકો છો. તમે બ્લાઉઝ અને પેટીકોટ પહેર્યા પછી પલ્લુને સૌથી પહેલાં પીન કરીને સાડી પહેરવાની શરૂઆત કરો.
પ્લેટને ઇસ્ત્રી કરો
તમે સાડીની પ્લેટ પહેલાંથી પિનથી સિક્યોર કરી લો. પછી પ્લેટસ પર ઇસ્ત્ર કરી લો. ધ્યાન રાખો કે બહુ હળવા હાથે પ્રેસ કરવાની રહેશે. ઇસ્ત્રી વધારે ગરમ ના હોય એનું ખાસ ધ્યાન રાખવુ.
ફૂટવેરની સાથે ડ્રિપિંગ કરો
તમે હાઇ હિલ્સની સાથે કાજીવરમ સાડી પહેરવાના છો તો સાડી પહેરતી વખતે હિલ્સ પહેલાં પહેરી લો. આમ કરવાથી સાડીની ઉંચાઇને લઇને પરફેક્ટ ખ્યાલ આવશે. આમ કરવાથી તમે ઊંચા અને મસ્ત દેખાશો.
પલ્લુ ફિક્સ કરી લો
સાડી પહેર્યા પછી પલ્લુને પીનથી બરાબર ફિક્સ કરી લો. આ સાથે તમે જ્યાં છેડો આવે છે ત્યાં અને કમરમાં પીન અપ કરી લો. પીન અપ કરવાથી સાડી પ્રોપર રીતે સેટ થઇ જશે.