મહિલાઓના શર્ટના બટન હોય છે ડાબી બાજુએ
મહિલાઓ અને પુરુષોના શર્ટના બટન અલગ રાખવા પાછળ છે અનેક કારણો
માન્યતાઓ નેપોલિયન સાથે સંકળાયેલ છે
આજના સમયમાં લોકોને સ્ટાઇલિશ દેખાવું ખુબ પસંદ છે, રોજ પડેને એક નવી ફેશન માર્કેટમાં આવે છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી યુનિસેક્સ ફેશન ની ખૂબ ચર્ચા ચાલી રહી છે. યુનિસેક્સ ફેશન એટલે એવા કપડાં કે જે સ્ત્રી અને પુરુષ બંને પહેરી શકે. ચશ્માથી લઈને જીન્સ. ઘણા પ્રકારનાં કપડાં યુનિસેક્સ છે. પહેલાના સમયમાં ફક્ત પુરુષો જ શર્ટ પહેરતા હતા. પરંતુ આજના સમયમાં મહિલાઓ પણ શર્ટ પહેરે છે. પરંતુ આ બંને શર્ટ વચ્ચે મોટો તફાવત છે. જ્યાં પુરુષોના શર્ટમાં બટન જમણી બાજુએ હોય છે, જ્યારે મહિલાઓના શર્ટમાં બટન ડાબી બાજુએ હોય છે. આ ફેરફાર એક ખાસ કારણોસર કરવામાં આવે છે.
પહેલાના જમાનામાં પુરૂષો પોતાના જમણા હાથમાં તલવાર અને સ્ત્રીઓ તેમના ડાબા હાથમાં બાળકોને પકડી રાખતા હતા. આવી સ્થિતિમાં, જ્યારે માણસને તેના શર્ટના બટન ખોલવા અથવા લગાવવાની જરૂર હતી, ત્યારે તેઓએ આ માટે તેમના ડાબા હાથનો ઉપયોગ કર્યો. જો ડાબા હાથનો ઉપયોગ થતો હોય તો શર્ટનું એક બટન જમણી તરફ હોવું જોઈએ. તેનાથી વિપરીત, સ્ત્રીઓ તેમના બાળકને ડાબી બાજુએ પકડી રાખે છે. બાળકોને ખવડાવવા માટે, તેઓએ શર્ટના બટનો ખોલવા માટે જમણા હાથનો ઉપયોગ કરવો પડ્યો. આ કારણે બટનો ડાબી બાજુએ બનાવવામાં આવ્યા હતા.
એક એવી પણ ચર્ચા છેકે નેપોલિયન બોનાપાર્ટે ફરમાન કર્યું હતું કે મહિલાઓના શર્ટના બટન ડાબી બાજુએ રાખવા જોઈએ. વાર્તાઓ અનુસાર, નેપોલિયન હંમેશા તેના શર્ટમાં એક હાથ રાખતો હતો. ઘણી સ્ત્રીઓ તેની નકલ કરવા લાગી. આવી સ્થિતિમાં, નેપોલિયને આવું રોકવા માટે મહિલાઓના શર્ટમાં વધુ બટનો મૂકવાનો હુકમ બહાર પાડ્યો. જો કે, આનો કોઈ નક્કર પુરાવો નથી. પરંતુ વાર્તાઓના આધારે લોકો આ વાતને સાચી માને છે.
એવું કહેવાય છે કે પહેલાના જમાનામાં મહિલાઓ પોતાના બંને પગ એક જ બાજુ લટકાવીને સવારી કરતી હતી. આવી સ્થિતિમાં, જો ડાબી બાજુ બટન હોય, તો પવન તેના શર્ટને અંદર લઈ જતો હતો અને તેને વિરુદ્ધ દિશામાં સવારીમાં મદદ કરતો હતો. આ સિવાય કેટલાક એક્સપર્ટ્સનું કહેવું છે કે મહિલાઓ અને પુરુષોના કપડામાં ફરક બનાવવા માટે તેમના શર્ટના બટન અલગ-અલગ બાજુએ લગાવવામાં આવ્યા હતા.