સમૃધ્ધ પરિવારોના ઘરેવિવાહના રિસેપ્શનમાં પેન્ટસુટ્સ પહેરવાની પરંપરા શરૂ થઇ.
પેન્ટસુટ્સ માત્ર પુરુષો માટેનું પરિધાન નથી રહ્યું
મિસ હરનાઝ સંધુએ પહેરીને બતાવ્યું હતું તેનું ડ્રેસિંગ ગરમીની ઋતુને છાજે એવું છે.
એક તબક્કે પેન્ટસુટ્સ માત્ર મોટા બિઝનેસમેન્સ માટેનો પોશાક ગણાતો. મોટા બિઝનેસમાં રહેલા લોકો ઉપરાંત ઉચ્ચ હોદ્દે બિરાજતા અધિકારીઓ આ પોશાક પહેરતા હતા. વાસ્તવમાં પેન્ટસુટ્સ પર્સનાલિટી પાવરના પ્રતિક ગણાય છે. ધીમે ધીમે આ ટ્રેન્ડ સમૃધ્ધ પરિવારોના ઘરે યોજાતાં વિવાહના રિસેપ્શનમાં પેન્ટસુટ્સ પહેરવાની પરંપરા શરૂ થઇ. પણ આજની તારીખમાં તે માત્ર પુરુષો માટેનું પરિધાન નથી રહ્યું. હવે બિઝનેસ વૂમન્સ ઉપરાંત ફેશનેબલ મહિલાઓ પણ પોતાના વ્યક્તિત્વને પાવરફુલ બનાવવા પેન્ટસુટ્સ પહેરે છે. અને ફેશનની વાત આવે ત્યારે બોલીવૂડની અદાકારાઓ જ મોખરે હોવાની.છેલ્લા કેટલાક સમયમાં હિન્દી ફિલ્મોની સંખ્યાબંધ અદાકારાઓએ પેન્ટસુટ્સ પહેરીને પોતાના વ્યક્તિત્વને વજનદાર બનાવ્યું છે.મહત્વની વાત એ છે કે હવે વિવિધ પ્રકારના ફેબ્રિકનો ઉપયોગ કરીને અનેકવિધ રંગો અને પેટર્નમાં પેન્ટસુટ્સ બનાવવામાં આવે છે.પેન્ટસુટ્સમાં ઓવરસાઇઝ,ટેલર-ફીટ,વેસ્ટકોટ,ક્રોપ્ડ જેકેટ, વાઇડ પેન્ટ્સ, સિગારેટ પેન્ટ્સ અને શોર્ટ્સ જેવી વિવિધતા જોવા મળે છે.
આજે આપણે હિન્દી ફિલ્મોની કઇ અભિનેત્રીએ કેવું પેન્ટસુટ પહેર્યું હતું તેની વાત કરીએ.જો કોઇ બ્લેઝરની અંદર શર્ટ ,ટી-શર્ટ કે ક્રોપ ટોપ ન પહેરે અને ડીપ નેક બ્લેઝરમાંથી તેના ઉરપ્રદેશનું વત્તાઓછા અંશે પ્રદર્શન થાય તો તે કેટલું સેક્સી દેખાય.પેન્ટસુટ્સમાં બ્લુ, બ્રાઉન,ગ્રે જેવા રંગો ઑલટાઇમ ફેવરિટ ગણાય છે. તેથી જે નવું કરવાનું જોખમ લેવા ન માગતું હોય તેમને માટે આ ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ કલર હાથવગાં બની રહે છે.ભારતીય પોશાકમાં ઇક્કત ડિઝાઇન હંમેશાંથી માનીતી ગણાય છે. ‘મિસ યુનિવર્સ ૨૦૨૧’ હરનાઝ સંધુએ તાજેતરમાં ઇક્કત પ્રિન્ટ ધરાવતા ફેબ્રિકમાંથી બનાવેલું પેન્ટસુટ પહેર્યું ત્યારે સ્પષ્ટ થઇ ગયું હતું કે ઇક્કત માત્ર ભારતીય પોશાકમાં જ નહીં, પેન્ટસુટ જેવા પશ્ચિમી પરિધાનમાં પણ એટલું જ આકર્ષક લાગે છે.ઓફ્ફવાઇટ અને બ્રાઉન કલરના આ પેન્ટસુટની પેન્ટ બેલબોટમ પેટર્નની હતી. તેની સાથે હરનાઝે દોરીવાળા સ્પોર્ટ્સ શૂઝ પહેરીને બતાવ્યું હતું કે તેનું ડ્રેસિંગ ગરમીની ઋતુને છાજે એવું છે.