લગ્નમાં સારા આકર્ષીત દેખાવ માટે પાયલ વગર અધૂરો છે
મહેંદી અને હલદીનાં લુકને પાયલ બનાવે છે આકર્ષિત
ફંકશન અને લુક મુજબ પાયલોનાં છે અનેક પ્રકાર
હાલમાં દરેક છોકરીઓ તેનાં લગ્ન દિવસને ખાસ બનાવવા માટે શું નથી કરતી હોતી. તેઓ તેમનાં બ્રાઇડલ લુક માટે સારો મેકઅપ અને ફૂટવેરની સાથે તેમનાં મહેંદી નાં લુક માટે પણ ઉત્સૂક હોય છે. જો તમારે પણ તમારા પગની સુંદરતાને આકર્ષિત બનાવવા માંગતા હોય તો, ભારતીય પરંપરા મુજબ દુલ્હનને લગ્ન દરમિયાન પગ પર ઘણા ઘરેણાં પહેરાવવામાં આવે છે, જેમાં પાયલ પણ શામેલ છે. તેથી આજે અમે નવી નવવધૂઓ માટે કેટલીક નવી શૈલીની પાયલ રજૂ કરી રહ્યાં છીએ.
કુંદનવાળી પાયલ :-
માત્ર કુંદન અથવા મોતીવાળા ગળાનો હાર અથવા એરિંગ્સ જ નહીં, પરંતુ હવે પાયલ પણ ફેશનમાં આવી ગઈ છે. તે પહેર્યા બાદ ખૂબ રોયલ લુક આપે છે. સોનાની પ્લેટવાળી એકલેટ પર મોતી અને સ્ટોનનું કામ ખૂબસૂરત લાગે છે. શ્રેષ્ઠ વાત એ છે કે આ પાયલ ખૂબ ભારે નથી, તેથી તમે તેને રોજિંદા વસ્ત્રોમાં પણ રાખી શકો છો.
ફુલ લેન્થ પાયલ :-
આજકાલ નવવધૂઓ આ પ્રકારની પાયલ પહેરવેશ સાથે પહેરે છે. લગ્ન વખતે જ્યારે મહેંદી યુવતીના પગ પર લાગે છે ત્યારે આ પાયલ ખુબ જ સુંદર અને જાજરમાન લાગે છે.
સિલ્વર પાયલ :-
દરેકને ચાંદીના પાયલ ગમે પણ છે. સિલ્વર પાયલ એવરગ્રીન છે અને તેને દરેક છોકરીઓ પસંદ કરે છે. લગ્ન દરમિયાન ઘણીવાર યુવતીઓ આ પાયલ પહેરે છે અને પરંતુ આ હેવી અને ઘૂઘરી વાળી પાયલ ઇન્ડિયન અને વેસ્ટર્ન બંને લૂક સાથે સારી લાગે છે.
ઓક્સિડાઇઝ્ડ પાયલ :-
જો તમે લગ્ન પછી ટૂંકા વસ્ત્રો પહેરો છો, તો ઓક્સિડાઇઝ્ડ પાયલ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. ખૂબ ઓછી છોકરીઓ આ પ્રકારની પાયલ વિશે જાણે છે. તમે આ યુનિક પાયલ પેહરીને દરેકને પ્રેરણા આપી શકો છો.આ પણ યુનિક અને સ્ટાઈલીસ્ટ લૂક આપે છે.
સ્ટોનવાળી પાયલ:-
તમે તમારી સ્ટાઇલ અને લુકમાં થોડો અલગ પ્રયોગ કરવા માંગતા હો, તો પછી સ્ટોનની પાયલ પહેરો. આ હાલમાં નવીનતમ ડિઝાઇન છે. જો તમે ફેશનેબલ અને સ્ટાઇલિશ દેખાવા માંગતા હો, તો આ પાયલ પૂરતી છે. આ પાયલ આકર્ષક અને મોહક લાગે છે,સાથે જ સ્ટાઇલિસ્ટ પણ લાગે છે જે પગને યુનિક લૂક આપે છે.