ધર્મેન્દ્રએ આપી સ્વસ્થ હોવાની જાણકારી
સમાચાર હતા કે ધર્મેન્દ્રને હોસ્પિટલમાં જ રહેવું પડશે
ધર્મેન્દ્રએ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીના કાસ્ટની તસવીર શેર કરી હતી
ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રએ ટ્વિટ કરી એક વીડિયો શેર કર્યો છે. તેમને આ વીડિયો રવિવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ શેર કર્યો છે. સાથે જ તેમને જાણકારી આપી છે કે તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને હવે તેઓ સ્વસ્થ છે.સાથે ભવિષ્યમાં પોતાનું ધ્યાન રાખશે તેમ પણ વીડિયોમાં જણાવ્યું છે. વીડિયોમાં ધર્મેન્દ્ર એમ પણ જણાવી રહ્યાં છે કે તેમના મસલ્સમાં ખેંચ આવી ગઈ હતી, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.
તેમને પોતાના પ્રશંસકોને એક સલાહ આપી કે કોઈ પણ વસ્તુ વધુ પ્રમાણમાં ન કરવી જોઈએ.ધર્મેન્દ્રએ કહ્યું કે, “મિત્રો, કોઈ પણ વસ્તુ વધુ પડતી ન કરો, મેં કરી અને મારે મુશ્કેલી અનુભવી પડી, મારા મસલ્સ ખેંચાય ગયા. જેના કારણે મને હોસ્પિટલ જવું પડ્યું. બે-ચાર દિવસ મુશ્કેલીમાં પસાર થયા પરંતુ હવે હું સ્વસ્થ છું, પાછો આવી ગયો છું. તમારી પ્રાર્થના રંગ લાવી, ભગવાનનો આશીર્વાદ હતો. કોઈ પણ વસ્તુ વધુ ન કરો.હવે હું મારું ધ્યાન રાખીશ.”