13 ઓગસ્ટના રોજ એ ફિલ્મનું ટાઇટલ અને ફર્સ્ટ લુક વિશે ખુલાસો કરશે
રિયલ લાઈફના રાઇફલ શૂટિંગનો શોખ રાખે છે
ચાર ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે
તમિલ સુપરસ્ટાર અજીત કુમાર તેના દમદાર અભિનય માટે લોકો વચ્ચે ઘણા જાણીતા છે આ સાથે જ તેઓ રાઇફલ શૂટિંગમાં પણ નામ કમાઈ રહ્યા છે. મળતી જાણકારી અનુસાર અભિનેતા હાલ 47મા તમિલનાડુ રાજ્ય શૂટિંગ ચેમ્પિયન શિપમાં ભાગ લઈ રહ્યા છે. જ્યાં એમને એક-બે નહીં પણ ગોલ્ડ અને બ્રોન્ઝ એમ કુલ 6 મેડલ મેળવ્યા છે. ચાર ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
અજીતની આવનારી ફિલ્મ વિશે વાત કરી તો મેકર્સ 13 ઓગસ્ટના રોજ એ ફિલ્મનું ટાઇટલ અને ફર્સ્ટ લુક વિશે ખુલાસો કરશે. લોકો આ ફિલ્મની ખૂબ રાહ જોઈ રહ્યા છે. પણ હાલ એમના ચાહકો શૂટિંગ સ્પર્ધાની તસવીરો અને વિડીયોને લાઇક કરીને શેર કરી રહ્યા છે.
અભિનેતા અજિતે સીફપી માસ્ટર મેં ટીમ ઇવેંટ. એસટીડી પી માસ્ટર મેં ટીમ ઇવેંટ અને 50 મીટર એફપી માસ્ટર મેં ટીમ ઇવેંટ સહિત ચાર ટીમ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યા છે. એમને શૂટિંગ સ્પર્ધાની તસવીરો અને વિડીયો હાલ સોશ્યલ મીડીયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
અભિનેતા અજીત એ સિનેમામાં તો સક્રિય છે જ પણ રિયલ લાઈફના રાઇફલ શૂટિંગનો શોખ રાખે છે અને નવરાશના સમયમાં તેઓ એ શોખને પૂર્ણ કરે છે. આ બધા સિવાય એ ખૂબ સારા બાઈકર પણ છે. હાલમાં જ અજિતે વિનોદ સાથે તેમની આવનારી ફિલ્મની શૂટિંગ ફરી શરૂ કરવા માટે એમની દુનિયાભરમાં ચાલી રહેલ એક લાંબી બાઇક યાત્રા પૂર્ણ કરી હતી.