આ લિસ્ટમાં સૌથી પહેલા બોલીવુડની સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી આલિયા ભટ્ટ વિશે વાત કરીએ. આલિયાએ ફિલ્મ ‘હાઈવે’ના ‘સુહા સાહા’ અને ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’ના ‘મેં તેનુ સમજ’ ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે.
પરિણીતી ચોપડા આજકાલ તેના લગ્નને લઈને ઘણી ચર્ચામાં છે. વેલ, શાનદાર અભિનય ઉપરાંત, તે ગાયકીમાં પણ નિપુણ છે. તેણે તેની ફિલ્મ ‘મેરી પ્યારી બિંદુ’નું ‘મના કી હમ યાર નહીં’ ગીત ગાયું હતું, જેને લોકોએ ખૂબ પસંદ પણ કર્યું હતું.
હવે વાત કરીએ બોલિવૂડ સ્ટાર શ્રદ્ધા કપૂરની જેણે ફિલ્મ ‘એક વિલન’નું હિટ ગીત તેરી ગલિયાં ગાયું છે. તમને જણાવી દઈએ કે શ્રદ્ધા પીઢ ગાયિકા લતા મંગેશકર અને આશા ભોંસલેની પૌત્રી છે.
બોલિવૂડની દિવંગત અભિનેત્રી શ્રીદેવીએ પણ સિંગિંગમાં પોતાનો હાથ અજમાવ્યો હતો. તેણે તેની સુપરહિટ ફિલ્મ ‘ચાંદની’ના ટાઈટલ સોંગ ‘ચાંદની ઓ મેરી ચાંદની’માં પોતાનો અવાજ આપ્યો હતો. આ ગીત જોરદાર હિટ રહ્યું હતું.
આ યાદી દેશી ગર્લ પ્રિયંકા ચોપરા વગર અધૂરી છે. અભિનેત્રીએ ‘ઈન માય સિટી’ જેવા અંગ્રેજી ગીતો ગાઈને ઘણી ખ્યાતિ મેળવી હતી. આ સિવાય તેણે તેની હિટ ફિલ્મો ‘મેરી કોમ’ અને ‘દિલ ધડકને દો’માં પણ પોતાનો અવાજ આપ્યો છે.