- સલમાન ખાનની ત્રિપલ રોલ વાળી ફિલ્મ આવશે?
- નો એન્ટ્રીની સિકવન્સ બનાવવામાં આવશે
- બહુ જલદી જ આ કોમેડી ફિલ્મનું શૂટિંગ શરૂ થશે
સલમાન ખાનની ફિલ્મ નો એન્ટ્રી સાલ ૨૦૦૫માં રિલીઝ થઇ હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે ટંકશાળ પાડી હતી. હવે લાંબા સમયથી આ ફિલ્મની સિકવલની તૈયારી થઇ રહી છે. જેનું નામ નો એન્ટ્રી મેં એન્ટ્રી હોવાનું કહેવાય છે. જોકે આ ફિલ્મની સિકવલ બનાવાની યોજનાની ચર્ચા ઘણી વખત થઇ છે, પરંતુ પછીથી પડતી મુકાઇ છે. જોકે હવે રિપોર્ટ છે કે, આ ફિલ્મના આગલા ભાગની ફિલ્મસર્જકે તૈયારી શરૂ કરી દીધી છે. સલમાન ખાને પોતાના જન્મદિવસે ફિલ્મ નો એન્ટ્રીની સિકવલની અનિસ બઝમી સાથેની ઘોષણા કરી હતી. સલમાને જણાવ્યું હતું કે તે બહુ જલદી જ આ કોમેડી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.
રિપોર્ટના અનુસાર, નો એન્ટ્રીની સિકવલમાં સલમાન ખાન ટ્રિપલ રોલમાં જોવા મળવાનો છે. સલમાન ઉપરાંત આ ફિલ્મમાં અનિલ કપૂર અને ફરદીન ખાન પણ ટ્રિપલ રોલમાં જોવા મળશે. ફિલ્મસર્જકે આ નવ પાત્રો માટે નવ અભિનેત્રીઓને કાસ્ટ કરવામાં વ્યસ્ત છે. જેમાંથી ચાર અભિનેત્રીઓ અંગે નિર્ણય લેવાઇ ગયો છે. આ નવ અભિનેત્રીઓમાંથી બિપાશા બાસુ, સેલિના જેટલી , લારા દત્તા અને ડેઝી શાહ આ ફિલ્મમાં કામ કરવાના છે. ડેઝી સલમાનના કોઇ એક પાત્રની ઓપોઝિટ જોવા મળશે. ફિલ્મમાં તેનો કેમિયો અને એક ડાન્સ નંબર હશે.