ભારત સરકારે ‘હર ઘર તિરંગા’ અભિયાન શરુ કર્યો છે
75 વર્ષના જશ્ન માટે સંસ્કૃતિ મંત્રાલયે એક વિડીયો બહાર પાડ્યો
આ અભિયાન પોતાના તિરંગાની આન, બાન અને શાનને સમર્પિત થશે
આઝાદીને 75 વર્ષ પૂર્ણ થવાના મોકા પર ભારત સરકારે ‘હર ઘર તિરંગા’ અભિયાન શરુ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે આ વખતનો સ્વતંત્રતા દિવસ કઈક ખાસ અંદાજમાં મનાવવાનો નિર્ણય કર્યો છે. આ વખતે કેન્દ્ર સરકાર 15 ઓગષ્ટે હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવાની છે, આ પહેલ દેશને સ્વતંત્ર થયાને 75 વર્ષ થયા અને આ વખતે સરકાર આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહી છે, જે હેઠળ આ અભિયાનને ચલાવવામાં આવી રહ્યું છે.
સ્વતંત્ર થયાને 75 વર્ષના જશ્ન માટે સંસ્કૃતિ મંત્રાલયે એક વિડીયો બહાર પાડ્યો છે, જેમાં બોલીવુડ અને ટોલીવુડ સ્ટાર સહીત ઘણા ખેલાડીઓ પણ નજર આવી રહ્યા છે. જેમાં અમિતાભ બચ્ચન, વિરાટ કોહલીથી લઈને પ્રભાસ, અનુપમ ખેર, આશા ભોસલે, કપિલ દેવ, નીરજ ચોપરા અને અન્ય ઘણા સેલેબ્સ નજર આવી રહ્યા છે અને સાથે જ આ વિડિયોના કેપ્શનમાં લખ્યું છે કે – ‘હર ઘર તિરંગા’
ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આ વર્ષે આગામી તા. ૧૩ થી ૧૫મી ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો હેતુ દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના વધુ ને વધુ બળવત્તર બને અને દરેક નાગરિકના મનમાં પોતાના દેશ માટે ગર્વ સાથે દેશપ્રેમ વધે તેવો છે
આ અભિયાન અંગે કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલયના સેક્રેટરી ગોવિંદ મોહને જણાવ્યું કે આ અભિયાન પોતાના તિરંગાની આન, બાન અને શાનને સમર્પિત થશે. આ દરેક દેશવાસીને દેશ નિર્માણમાં તેના યોગદાન પ્રત્યે પ્રતિબદ્ધતા અને જુસ્સાને બતાવવાની એક તક હશે. સરકારનુ માનવુ છે કે તિરંગાની સાથે નાગરિકોનો સંબંધ અંગત હોવાના બદલે હંમેશા ઔપચારિક અને સંસ્થાગત રહ્યો છે, પરંતુ 75 વર્ષ પૂર્ણ થવાના વિશેષ અવસરે પોતાના ઘરમાં લગાવીને તિરંગા સાથેનો ખાનગી લગાવ મહેસૂસ કરી શકશો.
આ વિડિયોમાં ખેલ, મિસાઇલ લોન્ચ, સેનાથી લઈને દેશની સુંદરતા, ભાવના, તાકાત અને વિવિધતાને દર્શાવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે આ એન્થમને સોનું નિગમ અને આશા ભોંસલેએ તેમનો અવાજ આપ્યો છે અને ઘણા સેલિબ્રિટી અને ખેલાડીઓ તેમાં નજર આવી રહ્યા છે. સાથે જ આ વિડીયોના અંતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નજર આવી રહ્યા છે.
Har Ghar Tiranga…Ghar Ghar Tiranga…
Celebrate our Tiranga with this melodious salute to our Tricolour , the symbol of our collective Pride & Unity as our Nation completes 75 years of independence 🇮🇳#HarGharTiranga #AmritMahotsav pic.twitter.com/ECISkROddI— Ministry of Culture (@MinOfCultureGoI) August 3, 2022
આ અભિયાન અંતર્ગત સંસ્કૃતિ મંત્રાલય દ્વારા www.harghartiranga.com વેબસાઈટ શરુ કરાઈ છે. આ વેબસાઈટ પર નાગરિકોએ તેમના યોગદાનને ચિહ્નિત કરવા માટે નામ અને નંબર લખ્યા બાદ લોગ ઈન કરીને પોતાના સરનામા પર વર્ચ્યુઅલ ફ્લેગ પિન કરવાનો રહેશે જે બાદ તેમના લોકેશન પર એક વર્ચ્યુઅલ ફ્લેગ ભારતના નકશામાં દેખાશે. આ ઉપરાંત ધ્વજ સાથે સેલ્ફી અપલોડ કરવા પણ નાગરિકોને અનુરોધ કરાયો છે, તેમ જ આ વેબસાઇટ વિશે જાગૃતિ ફેલાવવા માટેના અધિકૃત હેશટેગ #harghartiranga નો ઉપયોગ કરવા પણ જણાવાયું છે.