શાહરુખ ખાન લાંબા સમય પછી જોવા મળશે રૂપેરી પડદે
તે દિવસ દરમિયાન ૧૦૦ સિગારેટ ફૂંકી શકે છે
શાહરુખ ખાન છે સ્વાદિષ્ટ ભોજનના શોખીન
બોલીવૂડના કિંગ ખાનને તો આપ સૌ મિત્રો જાણો છો પરંતુ શું તમે તેની આદતો વિશે જાણો છો? શાહરૂખ ખાન લાંબા સમય પછી રૂપેરી પડદે જોવા મળવાનો છે. શાહરૂખને સિગારેટ પીવાની કુટેવ છે તેમજ તે બ્લેક કોફી પણ વધુ પડતી પીએ છે. તે ઉપરાંત તેને અનિંદ્રાની બીમારી છે.શાહરૂખે એક ઇન્ટરવ્યુમાં જમાવ્યું હતું કે, મને ઊંઘ નથી આવતી.
હું દિવસમાં લગભગ ૧૦૦ સિગારેટ ફૂંકી લઉં છું. હું ખાવાનું પણ ભૂલી જાઉં છું. શૂટિંગ પર હોઉં ત્યારે અન્યોને ખાતા જોઇને મને ખાવાનું યાદ આવે છે. હું પાણી પણ પીતો નથી. કુલ મળીને હું ૩૦ કપ બ્લેક કોફી પીવાની આદત છે અને મારા સિક્સ પૈક એબ્સ છે.શાહરૂખ સમયસર ખાવાનું ભૂલી જતો હોય છે, પરંતુ તે ખાવાનો શોખીન છે. તમે જાણતા હશો કે કિંગ ખાનના પિતા રેસ્ટોરન્ટ ચલાવતા હતા અને તેમની માતા સ્વાદિષ્ટ ભોજન બનાવતી હતી.