પડદા પર ફ્લોપ રહી કંગનાની ધાકડ ફિલ્મ
ભૂલ ભુલૈયા 2 ની ટક્કર સામે ના ટકી શકી ધાકડ ફિલ્મ
માત્ર 5 કરોડનું થયું ધાકડનું કલેક્શન
બોલીવુડ અભિનેત્રી કંગના રનોત ની ફિલ્મ ધાકડ બોક્ષ્સ ઓફીસ પર ફ્લોપ રહી છે. અને હવે ધીરે ધીરે પડદા પરથી ઉતારવા લાગી છે. ધાકડ ફિલ્મ ઓપનીંગ દિવસથી જ કોઈ સારો કમાલ દર્શાવ્યો નથી અને અત્યાર સુધી બોક્સ ઓફીસ ઉપર જેમ તેમ કરીને ચાલી રહી છે. કંગના ની ફિલ્મ ધાકડ ની હવે કાર્તિક આર્યન ની ફિલ્મ ભૂલ ભુલૈયા 2 સાથે થઇ છે. જ્યાં કાર્તિક ની ફિલ્મે પહેલા જ દિવશે 14 કરોડની કમાણી કરી છે, જેની સામે કંગના ની ફિલ્મે માત્ર 1.25 કરોડ જ કમાઈ ને આપ્યા છે. આટલું જ નહિ પરંતુ વિકેન્ડ માં પણ કંગનાની ફિલ્મે કઈ ખાસ કમાણી કરીને નથી આપી.
કાર્તિકની ભૂલ ભુલૈયા 2 ફિલ્મે 5 દિવસમાં 75 કરોડનો આંકડો પાર કરી લીધો છે, તો કંગનાની આ ફિલ્મ માંડ 5 કરોડ સુધી પહોંચી છે. શનિવાર અને રવિવારે આ ફિલ્મ સારી કમાણી કરશે એવી અપેક્ષા રાખવામાં આવી હતી પરંતુ પરિણામ જોયે એવું આવ્યું નહતું. વીકેન્ડ પર પણ ફિલ્મની હાલત ખરાબ હતી. બીજા દિવસે શનિવારે ધાકડે 1.05 કરોડનો બિઝનેસ કર્યો હતો. રવિવારે ફિલ્મના કલેક્શનમાં કોઇ વધારો થયો નહોતો.
રવિવારે આ ફિલ્મે માત્ર 98 લાખ રૂપિયાની કમાણી કરી હતી, કોઇમોઇના રિપોર્ટ અનુસાર, ધાકડે ચોથા દિવસે એટલે કે સોમવારે માત્ર 30 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. સાથે જ મંગળવારની વાત કરીએ તો કલેક્શનનો ગ્રાફ વધુ નીચે ગયો હતો. પાંચમા દિવસે આ ફિલ્મે બોક્સ ઓફિસથી માત્ર 25 લાખ રૂપિયાની કમાણી કરીને આપી હતી.
કંગના રનૌતની આ ફિલ્મ દેશભરમાં 2200 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે કંગનાની ફિલ્મ ધાકડને પડદા પરથી હટાવવાની શરૂઆત થઈ ગઈ છે. રિપોર્ટ્સ અનુસાર, ધાકડને 250-300 સ્ક્રીન પરથી હટાવી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કંગનાએ આ ફિલ્મમાં એજન્ટ અવનીનો રોલ કર્યો છે. આ ફિલ્મમાં તેની સાથે અર્જુન રામપાલ અને દિવ્યા દત્તા પણ જોવા મળી રહ્યા છે.પરંતુ હવે ધીરે ધીરે બોક્ષ્સ ઓફીસ પરની ધાક જમાવવા કાર્તિક આર્યન આવી ચુક્યો છે પોતાની ભૂલ ભુલૈયા 2 ફિલ્મ સાથે