• કમલ હાસનની ફિલ્મે કર્યો કમાલ
• વીકડેઝ પર કરી જોરદાર કમાણી
• સોમવારે ઈન્ડિયામાં ફિલ્મે 19.25 કરોડ કમાયા
3 જૂનના રોજ સમ્રાટ પૃથ્વીરાજ, વિક્રમ અને મેજર એક સાથે સિનેમાઘરોમાં રીલીઝ થઈ હતી. શરૂઆતમાં લોકો સમ્રાટ પૃથ્વીરાજ અને વિક્રમની તુલના કરતાં હતા. જોકે શરૂઆતથી જ પૃથ્વીરાજ ફિલ્મ થિયેટરોમાં જોઈએ તેવી ચાલી ન હતી. જેની તુલનાએ વિક્રમ અને મેજર સારો બિઝનેશ કરી રહી છે.કમલ હાસન સ્ટારરની ફિલ્મ વિક્રમ 3 જૂને ઈન્ડિયા સહિત ઘણા અન્ય દેશોમાં પણ રિલીઝ થઈ હતી અને ત્યારથી ફિલ્મનું પરફોર્મન્સ સતત વધી રહ્યું છે. હાલ બોક્સ ઓફિસ પર આ ફિલ્મની જબરદસ્ત કમાણી થઈ રહી છે. વિક્રમે 100 કરોડ બિઝનેશમાં પોતાનું સ્થાન મેળવી લીધું છે.જોકે આ ફિલ્મએ પાછલા 4 દિવસોમાં જ ભારતમાં 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે અને વર્લ્ડવાઈડ કમાણી 200 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ભારતમાં આ ફિલ્મે સોમવારે લગભગ 19 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે અને કમાણી 120 કરોડ રૂપિયા થઈ ગઈ છે.વિક્રમની વાત કરવામાં આવે તો ફિલ્મે સૌથી સારૂ કલેક્શન તમિલનાડુમાં કર્યું છે.
જોકે આખા ઈન્ડિયામાં ફિલ્મનું નામ ચાલી રહ્યું છે. ભારતમાં બીજા અઠવાડિયે ફિલ્મે 200 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. અત્યાર સુધી વાત કરીએ જો વર્લ્ડવાઈડની તો ફિલ્મે ચાર દિવસમાં 195 કરોડથી વધારેની કમાણી કરી લીધી છે અને હવે ફિલ્મની કમાણી એટલે કે આજે 5માં દિવસે જાહેર કરવામાં આવી છે જે 200 કરોડનો આંકડો પાર કરી ચુકી છે. આ ફિલ્મમાં સાઉથના સ્ટાર સૂર્યાનો પણ કેમિયો છે.જોકે આ ફિલ્મથી કમાલ હસને ઈન્ડસ્ટ્રીમાં ફરી વાપસી કરી છે. લોકો આ ફિલ્મને અને એક્ટર કમાલ હસનને ખૂબ સપોર્ટ કરી રહ્યા છે. વ્યુયર્સને ફિલ્મની સ્ટોરી પણ ખૂબ પસંદ પડી રહી છે. એક અહેવાલ મુજબ પૃથ્વીરાજને પાછળ છોડી વિક્રમે એવો રેકોર્ડ બનાવ્યો છે કે કમલ હસને ડાયરેક્ટરને આલીશાન ગાડી ગિફ્ટ આપી દીધી હતી.