જુગ જુગ જીયો ફિલ્મ રીલીઝ થતાં પહેલા જ આવી વિવાદમાં
રિલીઝ પર રોક લગાવવાની માંગ કરતી અરજી અદાલતે સુનાવણી બાદ ફગાવી
ફિલ્મનું સોન્ગ મેકર્સે ચોરી કર્યું હોવાનો લગાવ્યો હતો આરોપ
કરણ જોહર પ્રોડક્શનની ફિલ્મ જુગ જુગ જીયો વિવાદોમાં સપડાઇ હતી. ફિલ્મના એક ગીત નાચ પંજાબણને લઇને પણ પાકિસ્તાની સિંગરે આરોપ લગાવ્યો હતો કે, ફિલ્મનું સોન્ગ મેકર્સે ચોરી કર્યું છે. ધર્મા પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડની તરફથી જુગ જુગ જીયો ની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરતી અરજી અદાલતે સુનાવણી બાદ ફગાવી દીધી છે.
ગુરુવારે કોમર્શિયલ કોર્ટના સ્પેશિયલ જજ મનોજ ચંદ્ર ઝાની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. રાંચીના વિશાલ સિંહે 14 જૂને રાંચીની કોમર્શિયલ કોર્ટમાં ફિલ્મ નિર્દેશક કરણ જોહરની ફિલ્મ ‘જુગ જુગ જિયો’ના નિર્માણમાં કોપીરાઈટ એક્ટના ઉલ્લંઘનનો આરોપ લગાવીને ફિલ્મ પર પ્રતિબંધ લગાવવા માટે કેસ દાખલ કર્યો હતો.
આરોપ છે કે, ધર્મ પ્રોડક્શન્સ કોપીરાઈટ એક્ટ 1957નું ઉલ્લંઘન કરીને, તેમની સંમતિ લીધા વિના, ફિલ્મની સ્ટોરીની કોપી કરીને આ ફિલ્મનું નિર્માણ કર્યું છે.કરણ જોહરની ફિલ્મ ‘જુગ જુગ જિયો’ Viacom 18 Studios અને Dharma Production પ્રોડક્શનનું જોઇન્ટ પ્રોડક્શન છે.
વિશાલ સિંહનો દાવો છે કે તેમની સ્ટોરી ‘Punny Rani’ નો ફિલ્મમાં ક્રેડિટ આપ્યા વિના ઉપયોગ કરવામાં આવ્યો છે. વિશાલે ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરી હતી. ફિલ્મ જુગ જુગ જીયોમાં વરુણ ધવન,કિયારા અડવાણી, અનિલ કપૂર, નીતુ કપૂર અને મનીષ પોલ છે. આ ફિલ્મ થિયેટરમાં 24 જૂન 2022ના રોજ રિલીઝ થઈ છે.