બી-ટાઉનની પત્નીઓએ ખૂબ જ પ્રેમ અને ખુશીથી કરવા ચોથની ઉજવણી કરી. કપલ્સે સોશિયલ મીડિયા પર સુંદર પળો પણ શેર કરી છે. પરંપરાગત કપડાંથી માંડીને હૃદયસ્પર્શી કૅપ્શન્સ, બધું જ પરફેક્ટ હતું. બોલિવૂડ અભિનેત્રીઓએ તેમના પતિ પરમેશ્વર સાથે આ ખાસ દિવસની ઉજવણીને વધુ યાદગાર બનાવી હતી. આ વખતે મુકેશ અંબાણી અને નીતા અંબાણીની નાની વહુ રાધિકા મર્ચન્ટ, સોનાક્ષી સિન્હા, રકુલ પ્રીત સિંહ, અદિતિ રાવ હૈદરી અને કૃતિ ખરબંદાની પહેલી કરાવવા ચોથ હતી. કેટરિના કૈફ-વિકી કૌશલથી લઈને પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢા સુધી, દરેક તેમના કરવા ચોથની ઉજવણી માટે ચર્ચામાં છે.
કેટરિના કૈફે આ કરાવવા ચોથની કેટલીક અદભૂત તસવીરો પોસ્ટ કરી હતી, જેમાં તેણે સુંદર બેબી પિંક અને ગોલ્ડન સાડી પહેરી હતી. એક તસવીરમાં તે વિકી કૌશલની માતા પાસેથી આશીર્વાદ લેતી જોવા મળી હતી, જ્યારે બીજી તસવીરમાં તેણે વિકી અને તેના માતા-પિતા સાથે ક્યૂટ ફેમિલી ફોટો શેર કર્યો હતો.
કીર્તિ ખરબંદાએ પતિ પુલકિત સમ્રાટ સાથે સુંદર તસવીરો શેર કરી છે. ગોલ્ડન સાડી પહેરેલી કીર્તિએ પુલકિત સાથે ઘણા રોમેન્ટિક પોઝ આપ્યા હતા. જ્યારે પુલકિતે સફેદ કુર્તો પહેર્યો હતો. આ દંપતીએ લગ્ન પછી તેમની પ્રથમ કરવા ચોથની ઉજવણી કરી હતી અને તસવીરો શેર કરતી વખતે તેઓએ એક હૃદય સ્પર્શી નોંધ પણ લખી હતી.
રકુલ પ્રીતે તેના પતિ જેકી ભગનાની સાથેની રોમેન્ટિક તસવીરોનો સેટ પોસ્ટ કર્યો છે. બંનેએ મેચિંગ લાલ પોશાક પહેર્યા હતા, અને રકુલે એક સુંદર કેપ્શન લખ્યું હતું, ‘મારો સૂર્ય, ચંદ્ર, બ્રહ્માંડ, મારું બધું… અમે તમને કરવા ચોથની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ.’
રાઘવ ચઢ્ઢાએ પત્ની પરિણીતી ચોપરા સાથેની બીજી કરવા ચોથની સુંદર ક્ષણો શેર કરી. એક તસવીરમાં, તેણી ઉપવાસ તોડતી જોઈ શકાય છે, જ્યારે તેણીના ભાવનાત્મક કેપ્શને દરેકના દિલ જીતી લીધા હતા. આ તસવીરોમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.