‘મૈંને પ્યાર કિયા’ અને ‘બાઝીગર’ જેવા હિટ ફિલ્મી ગીતો માટે જાણીતા કવિ અને ગીતકાર દેવ કોહલીનું નિધન થયું છે. દેવ કોહલીએ રામ લક્ષ્મણ, અનુ મલિક, આનંદ-મિલિંદ અને આનંદ રાજ આનંદ સહિતના ઘણા પ્રખ્યાત સંગીતકારો સાથે કામ કર્યું. દેવ કોહલીના અંતિમ સંસ્કાર આજે મુંબઈના ઓશિવારા સ્મશાનગૃહમાં કરવામાં આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે કવિ અને ગીતકાર દેવ કોહલીનું તેમના નિવાસસ્થાને નિધન થયું છે. દેવ કોહલીએ સલમાન ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ માટે ‘કબૂતર જા જા’, ‘આજા શામ હોને આયી’, ‘આતે જાતે હંસ્તે ગાતે’, ‘કહે તોસે સજના’ જેવા સુપરહિટ ગીતો લખ્યા હતા.
આ કારણે થયું મૃત્યુ
દિગ્ગજ ગીતકાર દેવ કોહલીના નિધનથી ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. દેવ કોહલીનું આજે સવારે નિધન થયું છે. તેઓ 81 વર્ષના હતા. દેવ કોહલીને તાજેતરમાં અંધેરીની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં વય સંબંધિત બિમારીઓને કારણે બે-ત્રણ મહિના માટે દાખલ કરવામાં આવ્યા હતા.
દેવ કોહલીના અંતિમ સંસ્કાર
અંતિમ દર્શન બપોરે 2 કલાકે તેમના ઘર જ્યુપીટર એપાર્ટમેન્ટ, 4થી ક્રોસ લેન, લોખંડવાલા કોમ્પ્લેક્સ, મુંબઈ ખાતે કરવામાં આવશે. દેવ કોહલીના અંતિમ સંસ્કાર ઓશિવારા સ્મશાન ગૃહ, જોગેશ્વરી વેસ્ટ ખાતે સાંજે 6 વાગ્યા સુધીમાં કરવામાં આવશે. તેમના નજીકના સહયોગીઓ આનંદ રાજ આનંદ, અનુ મલિક, ઉત્તમ સિંહ જી અને બોલિવૂડમાંથી ઘણા લોકો તેમના અંતિમ દર્શન કરવા આવશે.
દેવ કોહલી વિશે
પાકિસ્તાનના રાવલપિંડીમાં જન્મેલા દેવ કોહલીએ બોલિવૂડ ફિલ્મો માટે સો કરતાં વધુ ગીતો લખ્યા હતા. તેમણે તેમને ‘કાલી કાલી આંખે’, ‘મૈ ની મા’, અને ‘આતે જાતે હંસ્તે ગાતે’ જેવા ઘણા હિટ હિન્દી ગીતો આપ્યા. તેણે ‘મૈંને પ્યાર કિયા’, ‘બાઝીગર’, ‘જુડવા 2’, ‘મુસાફિર’, ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ અને ‘ટેક્સી નંબર 911’ જેવી 100 થી વધુ હિટ ફિલ્મો માટે ગીતો લખ્યા અને આનંદ મિલિંદ, અનુ મલિક, માટે ગીતો રચ્યા. રામ લક્ષ્મણ અને અન્ય સંગીત નિર્દેશકો સાથે કામ કર્યું. તેણે પોતાના કરિયરની શરૂઆત 1969માં ફિલ્મ ગુંડાથી કરી હતી.