સોશિયલ મીડિયા પર છવાયા અમિતાભ બચ્ચન
કૌન બનેગા કરોડપતિ ની 14મી સીઝન સાથે ટીવી પર પાછા ફરવા માટે તૈયાર
કહ્યું, સર રણવીર સાથે મિત્રતા કરી લીધી કે શું
અમિતાભ બચ્ચન ફરી એકવાર તેમના ખૂબ જ લોકપ્રિય શો ‘કૌન બનેગા કરોડપતિ’ની 14મી સીઝન સાથે ટીવી પર પાછા ફરવા માટે તૈયાર છે. શોના હોસ્ટિંગ માટે બિગ બી દર વખતે પરફેક્ટ જેન્ટલમેન બનીને શાનદાર સૂટ્સ પહેરીને જોવા મળે છે. પરંતુ હવે તેમણે સોશિયલ મીડિયા પર પોતાના 2 ફોટો શેર કર્યા છે. જે KBC 14ના સેટના લાગી રહ્યા છે.
અમિતાભ બચ્ચનના આ ફોટો જોઈને સોશિયલ મીડિયાની જનતાને તરત જ રણવીર સિંહની યાદ આવી ગઈ છે. રણવીર પોતાના અનોખા અને એક્સપેરિમેન્ટ ભરેલા સ્ટાઈલ માટે ઓળખવામાં આવે છે અને આ વખતે અમિતાભ બચ્ચને જે સ્ટાઈલ અપનાવી છે એવું કંઈક રણવીર ઘણી વખત પહેરી ચુક્યા છે.
આ ફોટોને જોયા બાદ એક વખત માટે તમને પોતાની આંખો પર વિશ્વાસ નહીં થાય. કારણ કે તેમાં બચ્ચન સાહેબે જે આઉટફિટ પહેર્યું છે તેમાં કદાચ તમે ક્યારેય તેમને ઈમેજીન પણ નહીં કર્યા હોય.
ઈન્સ્ટાગ્રામ પર બચ્ચન સાહેબના ફોટો પર કેમેન્ટ્સ કરતા ફેન્સે કહ્યું, “સર રણવીર સાથે મિત્રતા કરી લીધી કે શું”, તો ત્યાં જ બીજા એક યુઝરે તેમને રણવીર સિંહ લાઈટ જણાવ્યા. ત્યાં જ વધુ એક ફેને લખ્યું- “સર લાગે છે કે પાયજાનો રણવીર સિંહજીએ ડિઝાઈન કર્યો હશે.” અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને મોટાભાગે પોતાની નવી-જુની તસ્વીરો શેર કરતા રહે છે.
અમિતાભ બચ્ચને એક વ્હાઈટ હુડીની સાથે હેરમ પેન્ટ પહેર્યું છે અને સાથે જ એક બ્લૂ કલરનો સ્કાર્ફ પણ કેરી કર્યો છે. ફોટો પોસ્ટ કરવાની સાથે તેમણે પોતાના અલ્ટ્રા-કૂલ અંદાજનો મજાક પણ બનાવ્યો છે. પોતાની પોસ્ટના કેપ્શનમાં અમિતાભે લખ્યું- “પહેરવા આપી દીધો પાયજામો, લાગે છે સાડીને ફાડીને આપ્યો છે. આગળ નાનું ખિસ્સુ આપી દીધુ અને પાછળ આપ્યું નાડુ.”