‘નામ ગુમ જાયેગા’ ગીતના દિગ્ગજ ગાયક ભૂપિંદર સિંહનું મુંબઇમાં નિધન
વડાપ્રધાન મોદી સહિતના દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલી
યુરિનરી ઈન્ફેક્શન બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
‘નામ ગુમ જાયેગા’, ‘દિલ ઢૂંઢતા હૈ’ જેવા ગીતો માટે જાણીતા ગઝલ ગાયક ભૂપિંદર સિંહનું સોમવારે રાતે મુંબઈની એક હોસ્પિટલમાં શંકાસ્પદ આંતરડાના કેન્સર અને COVID-19ને કારણે મૃત્યુ થયું છે. તેમની પત્ની મિતાલી સિંહે સમાચાર એજન્સી પીટીઆઈને આ માહિતી આપી હતી. તમને જણાવી દઈએ કે, બોલિવૂડના પ્રખ્યાત ગાયક ભૂપિંદર સિંહ 82 વર્ષના હતા. પાંચ દાયકાથી વધુની કારકિર્દીમાં, ગાયકે એવા ઘણા ગીતો ગાયા છે, જે તેમની યાદોને હંમેશા આપણા હૃદયમાં જીવંત રાખશે. આ ગીતો દ્વારા તેમનો અવાજ સદીઓ સુધી આપણી વચ્ચે ગુંજતો રહેશે.
1. દુનિયા છૂટે યાર ન છૂટે (ધર્મ કાંટા)
2. ‘થોડી સી જમીન થોડા આશમાન’ (સિતારા)
3. ‘દિલ ઢૂંઢતા હૈ’ (મોસમ)
4. ‘નામ ગુમ જાયેગા’ (કિનારા)
આ પ્રખ્યાત ગીતો સ્વર્ગસ્થ ગાયિકા લતા મંગેશકર સાથે ભૂપિંદર સિંહે ગાયા હતા. પ્રખ્યાત ગાયિકા અને ભૂપિંદર સિંહના પત્ની મિતાલી સિંહના જણાવ્યા અનુસાર, તેમના પતિને યુરિનરી ઈન્ફેક્શન બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં પરીક્ષણ કર્યા બાદ તેમને કોવિડ-19 પોઝિટીવ ડીકેક્ટ થયો હતો. ગાયકે ‘પીટીઆઈ-ભાષા’ને વધુમાં કહ્યું કે, ‘ભૂપેન્દ્ર સિંહને આઠથી દસ દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા કારણ કે, તેમને કોઈ પ્રકારનું યુરિનરી ઈન્ફેક્શન હતું. તપાસ બાદ જાણવા મળ્યું કે, તે કોવિડ-19થી સંક્રમિત હતા. શંકાસ્પદ આંતરડાના કેન્સરને કારણે સાંજે લગભગ 7.45 વાગ્યે તેમનું અવસાન થયું. તેમને કોવિડ-19 હતો.
અમૃતસરમાં જન્મેલા, ગાયકના પરિવારમાં ભારત-બાંગ્લાદેશી પત્ની અને એક પુત્ર છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પ્રખ્યાત ગાયકના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે, “ભુપિન્દ્ર સિંહના નિધનથી, આપણે એક એવા કલાકારને ગુમાવ્યો છે, જેમના અવાજે ઘણી ગઝલોને અમર અને અવિસ્મરણીય બનાવી દીધી છે. તેમના ગીતો શ્રોતાઓના મનમાં ગુંજતા રહેશે.