રાહુલે અને આથિયાએ બાંદ્રામાં એક એરપાર્ટમેન્ટ કરાવ્યો બુક.
આથીયા કરી રહી છે હાલમાં બે પ્રોજેક્ટ પર કામ
આથિયાએ ઇન્ટરવ્યુમાં લગ્ન બાબતે કરી સ્પષ્ટતા
પાપારાઝી દ્વારા એ પણ જાણવા મળ્યું છે, કે રાહુલે અને આથિયા એ હાલમાં બાંદ્રામાં એક એરપાર્ટમેન્ટ બુક કરાવ્યો છે, જ્યાં રાહુલ અને આથિયા બને તેમના લગ્ન પછી ત્યાં રહેશે. આ બાબતને સ્પષ્ટ કરતાં આથિયા એ એક ઇન્ટરવયૂમાં કહ્યું હતું કે, “હું કોઈની સાથે નહીં, પણ મારા માતા-પિતા સાથે જઉં છું! હું અને મારો પરિવાર આ નવા ઘરમાં રહીશું.”હાલમાં, અથિયા તેના માતા-પિતા અને ભાઈ અહાન સાથે દક્ષિણ મુંબઈમાં તેમના અલ્ટામાઉન્ટ પરના ઘરે રહે છે.જ્યારે લગ્નની અફવાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે આથિયાએ કહ્યું કે, “હું આમાંથી કોઈ પણ પ્રશ્નનો જવાબ આપતી નથી. હું આ બધાથી કંટાળી ગઇ છું, હવે હું ફક્ત લોકોને મનોરંજન પૂરું પાડુ છું.
લોકોને તેઓ જે વિચારે છે તે વિચારવા દો.”અથિયાએ તેનાં ફિલ્મી કરીયર ની શરૂઆત 2015 માં સૂરજ પંચોલી સાથે ફિલ્મ “હીરો”થી શરૂઆત કરી હતી. તે છેલ્લે નવાઝુદ્દીન સિદ્દીકી (2019) સાથે “મોતીચૂર ચકનાચૂર” માં જોવા મળી હતી.હાલમાં આ અભિનેત્રી તેના આગામી બે પ્રોજેક્ટ્સપર કામ કરી રહી છે, સોશ્યલ મીડિયામાં શેર કર્યું હતું કે , “હું હાલમાં બે પ્રોજેક્ટ પર કામ કરી રહી છું, અને ટૂંક સમયમાં તેની જાહેરાત થઈ શકે છે. સાથે ઉમેરે છે કે એક એવી ફિલ્મ છે જે થિયેટરમાં થોડાં સમય માં રિલીઝ થશે, જ્યારે બીજી કદાચ ઓટીટી પર રિલીઝ થઈ શકે છે. એ બાબતે હજુ સુધી કોઈ ખાતરી આપી નથી.”